ગૂગલ પ્લે સ્ટોરના બિલિંગનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. અમેરિકન પ્લે સ્ટોર કંપનીએ એપ ડેવલપર્સ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે જેઓ બિલ ચૂકવતા નથી. ગૂગલ પ્લે સ્ટોર પરથી 10 ભારતીય કંપનીઓની એપ્સને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. તેમાં Naukri.com, Shaadi.com, 99 acres.com જેવી લોકપ્રિય એપ્સના નામ સામેલ છે. સર્ચ એન્જિન કંપનીનું કહેવું છે કે આ એપ ડેવલપર્સે તેની ગાઈડલાઈનનું પાલન કર્યું નથી, તેથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગૂગલે ગૂગલ પ્લે સ્ટોરની પેમેન્ટ પોલિસી અપડેટ કરી છે. આ ભારતીય કંપનીઓએ પ્લે સ્ટોરની સર્વિસ ફી ચૂકવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આનાથી ગુસ્સે થઈને ગૂગલ પોતાના પ્લે સ્ટોર પરથી 10 ભારતીય એપ્સ હટાવી દીધી છે. આ કંપનીઓ ગૂગલને સર્વિસ ફી ચૂકવવામાં સતત નિષ્ફળ રહી છે.
આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવશે
ગૂગલ પ્લે સ્ટોર પરથી જે 10 એપ્સને દૂર કરશે તેમાં Shaadi.com, Quack Quack, Stage, InfoEdge , Kuku FM, Bharat Matrimony, 99 acres, Truly Madly, Quack Quack, Stage, ALTT (Alt Balaji)ની માલિકીની એપ્સ જેવી કે Naukri.com અને 99 acres.com જેવા નામોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર્ટઅપ અને ગૂગલ વચ્ચે સર્વિસ ફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સ્ટાર્ટઅપનું કહેવું છે કે ગૂગલની સર્વિસ ફી ઘણી વધારે છે.
ગૂગલની ઊંચી ફી સામે વિરોધ
ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઇન-એપ ખરીદી અને એપ્સ ડાઉનલોડ કરવા પર 26 ટકા સુધીની સર્વિસ ફી કાપે છે, જેનો સ્ટાર્ટઅપ્સ વિરોધ કરી રહ્યું છે. ગૂગલે પેમેન્ટ પોલિસી હેઠળ તેની બ્લોગ પોસ્ટમાં એપ્લિકેશનને દૂર કરવાની પુષ્ટિ કરી છે. જોકે, કંપનીએ બ્લોગ પોસ્ટમાં કોઈ કંપનીનું નામ નથી આપ્યું.
3 વર્ષનો સમય આપવામાં આવ્યો છે
ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ આ કંપનીઓને ત્રણ વર્ષ અને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યા બાદ અમે જરૂરી પગલાં લીધાં છે. ગૂગલનું માનવું છે કે આનાથી કંપનીની પોલિસી લાગુ કરવામાં મદદ મળશે. જો વિશ્વના કોઈપણ ભાગમાં અમારી નીતિઓનું ઉલ્લંઘન થાય તો અમે આ કરીએ છીએ.