કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે વિદેશી અંશદાન વિનિયમન અધિનિયમ (FCRA)માં રજીસ્ટ્રર્ડ બિન સરકારી સંસ્થાઓ (NGO) દ્વારા વાર્ષિક રિટર્ન દાખલ કરવા અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો પ્રમાણે હવે FCRA હેઠળ રજીસ્ટર્ડ NGO ને વિદેશી ધનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી સંપત્તિઓનું વિવરણ આપવુ પડશે. ગૃહ મંત્રાલયે સોમવારના રોજ એક નોટીફિકેશન જાહેર કરી તેની માહિતી આપી હતી.
વિદેશમાંથી ધન મેળવતી દરેક એનજીઓને હવે FCRAમાં ફરજીયાત રજીસ્ટર્ડ કરાવવું પડશે
નોટીફિકેશન જાહેર થયા બાદ દરેક નાણાકીય વર્ષ (financial year)ના અંતમાં (31 માર્ચ) સુધી દરેક એનજીઓએ તેની સંપત્તિની ઘોષણા કરવી ફરજીયાત થઈ ગયુ છે. કાયદાકીય રીતે વિદેશમાંથી ધન મેળવતી દરેક એનજીઓને હવે FCRAમાં ફરજીયાત રજીસ્ટર્ડ કરાવવું પડશે. ગૃહ મંત્રાલયે વિદેશી અંશદાન વિનિયમ નિયમ, 2010ના ફોર્મ એફસી -4 ને જોડીને ફેરફાર કર્યા છે.
દરેક સંસ્થાઓના FCAR લાયસન્સની મુદત તા 31 માર્ચ 2024 સુધી વધારવાનો નિર્ણય કર્યો
આ નોટીફિકેશન પ્રમાણે વિદેશી ધનનો ઉપયોગ કરી બનાવેલ જંગમ તેમજ સ્થાવર મિલકતોનું વિવરણ (નાણાકીય વર્ષમાં 31 માર્ચ સુધી) આપવું ફરજીયાત કરેલ છે. ફોર્મ એફસી 4 ને તે દરેક બિન સરકારી સંગઠન છે. તેમને FCRAના લાયસન્સ આપવામાં આવ્યું છે, જેથી કરીને તે વાર્ષિક સ્ટેટમેન્ટ જમા કરાવી શકે. ગૃહ મંત્રાલયે તે દરેક સંસ્થાઓના FCAR લાયસન્સની મુદત તા. 31 માર્ચ 2024 સુધી વધારવાનો નિર્ણય કર્યો છે, જેમના લાયસન્સ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યા છે અથવા તો તેને ફરી રિન્યુ કરવાના છે.
એનજીઓને છેલ્લા ત્રણ વર્ષોમાં 55,449 કરોડ રુપિયાનું વિદેશી ફંડિંગ મળ્યું હતું
તમારી જાણકારી માટે કે ગૃહ મંત્રાલયે 2019 થી 2022 વચ્ચેના FCRA હેઠળ રજીસ્ટર્ડ અથવા પુર્વ મંજુર કરેલ 335 એનજીઓ અને એશોસિએશનનું ઓડિટ કર્યું છે. મંત્રાલય એ જોવા ઈચ્છે છે કે શું તેના દ્વારા વિદેશી ફંડિંગના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ છે કે નહી. ગૃહ મંત્રાલયના આંકડા દ્વારા માલુમ પડે છે કે એનજીઓને છેલ્લા ત્રણ વર્ષોમાં 55,449 કરોડ રુપિયાનું વિદેશી ફંડિંગ મળ્યું હતું.