સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંધીબા જગ્યામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થશે. મહંત ઝીણારામજી મહારાજનાં સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું છે.
ગોહિલવાડનાં તીર્થ સિહોરમાં ઐતિહાસિક કોયાભગત મોંઘીબા જગ્યામાં રવિવારે ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી થશે.
મહંત ઝીણારામજી મહારાજ (ગુરુ વિઠ્ઠલદાસજી મહારાજ)નાં સાનિધ્યમાં ગુરૂપૂજન વંદના અને પ્રસાદમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાશે.
આ પર્વ પ્રસંગે સવારે સત્સંગ જ્ઞાન સભામાં મહેશભાઈ ગઢવી પ્રેરક ઉદ્બોધન આપશે.