પાકિસ્તાનમાં ફરી એકવાર ‘અજ્ઞાત ગનમેન’ સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે નિશાન બન્યા છે અમીર હમઝા, જે લશ્કર-એ-તોઈબાના સ્થાપક સભ્યોમાંના એક અને આતંકી હાફિઝ સઈદના નજીકના સાથી ગણાય છે.
લાહોરમાં અંધાધૂંધ ગોળીબાર
મળતી માહિતી મુજબ, લાહોર માં એક ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર અજ્ઞાત હુમલાખોરોએ અમીર હમઝા પર અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરતા હમઝા ગંભીર રીતે ઘાયલ થયો હતો.
હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી હુમલાખોરો વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
Lashkar-e-Taiba co-founder and terrorist Amir Hamza was shot by unidentified gunmen outside a news channel office in Lahore.
He sustained severe injuries in the attack and was admitted to a hospital, where his condition remains extremely critical. pic.twitter.com/h1ZhOD1u95
— Anshul Saxena (@AskAnshul) April 16, 2026
હાલત અત્યંત નાજુક
ગોળીબારની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અમીર હમઝાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેની હાલત અત્યંત નાજુક છે અને સારવાર ચાલુ છે.
કોણ છે અમીર હમઝા?
અમીર હમઝા લશ્કર-એ-તૈયબાના મહત્વપૂર્ણ સભ્યોમાંનો એક છે અને હાફિઝ સઈદનો નજીકનો સાથી માનવામાં આવે છે. તે ભારત વિરુદ્ધ અનેક આતંકી કાવતરાં અને હુમલાઓ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. ભારત સરકારે તેને લાંબા સમયથી વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે.
‘અજ્ઞાત ગનમેન’નો ખૌફ
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોને નિશાન બનાવતી ઘટનાઓમાં વધારો થયો છે. અનેક આતંકીઓ પર અજ્ઞાત હુમલાખોરો દ્વારા હુમલા થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આ તાજી ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા આતંકીઓમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. જોકે આ હુમલા પાછળ કોણ છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel