ઈઝારેયલ અને હમાસ ( વચ્ચેના ત્રીજા દિવસના યુદ્ધમાં પણ ચારેકોરથી ફાયરિંગ, આકાશમાંથી મિસાઈલોનો મારો થઈ રહ્યો છે. રસ્તે-રસ્તે આતંકવાદીઓ ફરી ખુંવારી સર્જી રહ્યા છે, તો ઘણા ઈઝરાયેલીઓને બંધક બનાવી ક્રુરતા આચરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આતંકવાદીઓની હેવાનિયતના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ઈઝરાયેલમાં એક મ્યૂઝિકલ ફેસ્ટિવલ મિસાઈલો ઉડતી જોવા મળતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ફેસ્ટિવલમાં ઘુસેલા આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ શરૂ કરતા ત્યાં અફરા-તફરી મચવાની ઘટના બની છે અને જોતજોતામાં 260 લોકોને મારી નાખ્યા હતા, તો ઘણા લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું છે.
ફેસ્ટિવલમાં સામેલ થયેલા હજારો લોકો વચ્ચે નાસભાગ મચી
ગાઝા નજીક કિબુત્ઝ રીમ પાસે હજારો લોકો એક ફેસ્ટિવલમાં સામેલ થયા હતા, જેમાં ફિલિસ્તાની બંદૂકધારીઓએ સમારોહ સ્થળ પર હુમલો કર્યો અને ભાગવાનો પ્રયાસ કરી રહેલા લોકો પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલના શહેરોમાં ઘૂસણખોરી કરી આડેધડ ફાયરિંગ કર્યું અને મિસાઈલો પણ નાખી, જેના કારણે ઈઝરાયેલ અને ગાઝામાં 1100થી લોકોના મોત થયા છે. વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ એક ટેલિવિઝન સંબોધનમાં હુમલાને જાનલેવા કહ્યું છે.
300,000 Israeli reservists have been drafted in the last 24 hours.
— WarMonitor🇺🇦 (@WarMonitor3) October 9, 2023
ફેસ્ટિવલમાં ચારેકોચ 260 મૃતદેહો
ગાઝા સહિતના રાજ્યોમાં હમાસના હુમલામાં ઓછામાં ઓછા 1000થી વધુ લોકોના મોત, અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવાનો સિલસિલો પણ યથાવત્ છે, ત્યારે ઈઝરાયેલી મીડિયાએ કહ્યું કે, ઈમરજન્સી સેવાઓને એકમાત્ર નેચર પાર્ટીમાંથી 260 મૃતદેહો મળી આવ્યા છે. ઈઝરાયેલી જેટ વિમાનો ગાઝામાં સતત બોંબમારો કરી રહ્યા છે, જેમાં 400થી વધુ પેલેસ્ટિનિયન ઠાર થયા છે.
PM બેંજામિન નેતન્યાહૂએ શું કહ્યું ?
વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ એ હુમલા અંગે કહ્યું કે, ઈઝરાયેલ યુદ્ધમાં છે, ઈઝરાયેલના નાગરિકો, આપણે યુદ્ધમાં છીએ, કોઈ ઓપરેશન નહીં, યુદ્ધનો કોઈ સમયગાળો નહીં ! નેતન્યાહુએ કહ્યું કે, આજે સવારે હમાસે ઈઝરાયેલ રાજ્ય અને તેના નાગરિકો વિરુદ્ધ એક જીવલેણ હુમલો શરૂ કર્યો…