સુરત જિલ્લાના ઓલપાડ નજીક ગોલા ગામે આવેલું કષ્ટ નિવારણ હનુમાનજીનું મંદિર આસ્થાનો પ્રતીક છે. અહીં સ્વયંભુ હનુમાનજી બિરાજમાન છે, જે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
હનુમાનજી વિશે રામાયણ, મહાભારત અને વિવિધ પુરાણોમાં ઉલ્લેખ છે. તેઓ અંજની માતા અને કેસરીના પુત્ર તથા વાયુદેવના અંગસ્વરૂપ માનવામાં આવે છે. તેમનો જન્મ ચૈત્રી પૂનમના પાવન દિવસે થયો હતો, જેને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
ગોલા ગામમાં હનુમાનજીનું મંદિર 18 વર્ષ પહેલા બનાવાયું હતું અને ત્યારથી દર વર્ષે હનુમાન જયંતિની વિશેષ ઉજવણી થાય છે. હનુમાન ચાલીસાના પાઠ, ભજનો અને વિશેષ પૂજા-આરતી દ્વારા ભક્તો તેમના પરમ આરાધ્ય દેવની ભક્તિમાં લીન થાય છે.
ગોલા ગામે બિરાજમાન કષ્ટ નિવારણ હનુમાનદાદા
પથ્થર ખસેડી ના શકાતા ત્યાં જ દાદાનું સ્થાનક બનાવ્યું
દાહોદ, ગોધરા, ભરૂચ, સંજેલી, અંકલેશ્વર, હસોટ, સેલવાસ, ધરમપુર, સુરત, અમરોલી, બારડોલી અને વાપીથી ભાવિકો દાદાના દર્શન કરવા આવે છે અને દાદાના તમામ ભક્તો પર હંમેશા આશીર્વાદ રહે છે. ગોલા ગામની આજુબાજુના ગામોમાંથી ગ્રામજનો દાદાના દર્શને આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. હનુમાન જયંતીના દિવસે ગોલાગામે હનુમાન દાદા મંદિરે ભંડારો કરવામાં આવે છે. જેમાં 1500 થી 2000 ભક્તજનો દાદાના દર્શન કરી પ્રસાદીનો લાભ લેય છે. સાથે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. કેમ્પમાં આવતા લોકોનું મેડિકલ ચેકઅપ કરી રાહત દરે દવાઓ આપવામાં આવે છે. શ્રીરામના પરમ ભક્ત અને સાથી છે ભગવાન હનુમાન. અજરઅમર છે હનુમાનજી. આજે કળીયુગમાં પણ ભગવાન હનુમાનજી પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે. ભગવાન હનુમાનજીને શાસ્ત્રોમાં બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે. ઘણા પરિવારની દાદા પરની આસ્થાથી તેમને દાદાના આશીર્વાદ અચૂક મળ્યા જ છે. ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થઈ હોય અને દાદાના શરણે આવી પોતાની મનોકામના વ્યક્ત કરી હોય તેમને દાદાના આશીર્વાદથી તકલીફમાંથી રાહત મળી જ છે. ઘણા બાળકો બોલી શકતા ના હોય તે દાદાની શ્રદ્ધાથી બોલતા પણ થયા હોવાની માન્યતા છે. સ્વયંભુ પ્રગટ થયેલા કષ્ટનિવારણ હનુમાન દાદાના મંદિરે 18 વર્ષથી નિશુલ્ક સેવાઓ પણ કરવામાં આવે છે. દાદાના ઘણા ચમત્કારો છે. હનુમાનજીના સચોટ નિવારણનો પરચો ભક્તોમાં છે. હનુમાનજીદાદા પ્રત્યક્ષ છે, અમર છે અને દાદાના પ્રત્યક્ષ દર્શન પણ થાય છે.