click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા

Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા

Last updated: 2025/06/17 at 6:24 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (18 જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Contents
હવામાન વિભાગની આગાહીસૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ભાવનગર જિલ્લા માં અતિશય વરસાદ ના લીધે કાલે તા.૧૮/૬/૨૫ ના દિવસે તમામ શાળાઓ બંધ રાખવાની રહેશે. આ ઓર્ડર પ્રિ-પ્રાઇમરી થી લઇને હાયર સેકન્ડરી સુધીની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો માટે લાગુ રહેશે.@CMOGuj @GIDMOfficial @Deobhavnagar @DPEOBHAV @Info_Bhavnagar pic.twitter.com/3vTJVIo55t

— Collector & District Magistrate Bhavnagar (@Collectorbhav) June 17, 2025

ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, 18 જૂન 2025ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રી-પ્રાઇમરીથી લઈને ધોરણ 12 સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે (17 જૂન) દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે. આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, પોરબંદર અને જૂનાઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સિવાયના દરેક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

IMD અનુસાર, બુધવારે (18 જૂન) પણ ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહિસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવગનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 15 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી

અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી

નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલ ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અપાઈ

આણંદ શહેરના ઢોર ડબ્બામાં ગાયોની કરુણ સ્થિતિ: તંત્રની બેદરકારી સામે જનરોષ

TAGGED: Bhavnagar, Bhavnagar cause rivers, Bhavnagar collector, bhavnagar news, Bhavnagar police, guajrti news, Heavy-rains, Meteorological Department, oneindianews, topnews, Vallabhipur, ભાવનગર, વલ્લભીપુર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી
Next Article ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાં અમિત સોનીની ટ્રેઝરર પદે વરણી
Gujarat Kheda જૂન 17, 2025
Bhavnagarના વલ્લભીપુરમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર, 14 લોકો ફસાયા
જૂન 17, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના : ૧૦૮ સેવાની સહરાનીય કામગીરી
Gujarat જૂન 17, 2025
નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે
Gujarat Kheda જૂન 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?