ગુજરાતમાં ચોમાસાની ઋતુએ જોર પકડ્યું છે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદના કારણે અનેક શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વધુ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યા છે. 3 જુલાઈથી લઈને 7 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે.
3 જુલાઈ:
આ દિવસે રાજ્યના ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે – બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
તદુપરાંત, કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે મોરબીથી લઈને દમણ-દાદરા નગર હવેલી સુધીના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયો છે.
4 જુલાઈ:
આ દિવસે સ્થિતિ થોડી હળવી રહેશે. હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. અહીં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
5 જુલાઈ:
આ દિવસે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. સાથે સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ સહિત 15 જિલ્લામાં યલો એલર્ટ છે.
6 જુલાઈ:
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ છે.
ત્યારે કચ્છ, પાટણ, મોરબી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ સહિત 22 જિલ્લામાં યલો એલર્ટ છે.
7 જુલાઈ:
આ દિવસે થોડી રાહત જણાઈ રહી છે. માત્ર બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ છે, જ્યારે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા 12 જિલ્લામાં યલો એલર્ટ છે.
આગામી દિવસોમાં રાજ્યના ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતાઓને લઇને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું જોખમ છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને તૈયારીમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel