પરમાત્માએ જીવમાત્રમાં દયા અને કરુણા મૂકેલી છે. ખાસ કરીને પૃથ્વી ઉપર માનવ એક બીજામાનવીને તથાપશુ પક્ષીઓને મદદ કરવા તત્પર રહેતો હોય છે. એ ન્યાયેનાર ગામે આવેલ વડતાલ તાબાનું શ્રીસ્વામિનારાયણ ગોકુલધામ. સમાજની અનેકવિધ સેવાઓ કરી રહ્યું છે.
મદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગોકુલધામ-નારદ્વારા નડિયાદમાં ખેડાજિલ્લા તેમજ આજુબાજુના જિલ્લાના૨૯૪ કરતા પણ વધારે દિવ્યાંગજનોને હાઈટેક પ્રોસ્થેટિક લીમ્સ અર્પણ કરવામાં આવ્યા. જેમાં એલીમ્કો, એસ.આર.ટ્રસ્ટ, રતલામનો સહયોગ પ્રાપ્ત થયો છે. કેમ્પમાં ડોક્ટરો તથા દિવ્યાંગજનોને ઉત્સાહ પ્રેરવા સાંસદ દેવુસિંહ ચૌહાણ, મંત્રી સંજયસિંહ મહીડા, ડૉ. સંત વલ્લભદાસજી સ્વામી, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગોકુલધામ દ્વારા છેલ્લા ૪૮ કેમ્પ દ્વારા ૨૫૭૧ લોકોએ લાભ લીધો હતો. ગોકુલધામના સ્વપ્ન દ્રષ્ટા શુકદેવ સ્વામીએ સૌ મહેમાનોને આવકાર આપી આશીર્વચન પાઠવ્યા હતા. સમાજના શ્રેષ્ટિઓ અને સંપ્રદાયના સંતોએ ગોકુલધામની પ્રવૃતિની પ્રશંસા કરી હતી.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel