ચોમાસાનો સૌથી મોટો ભોગ કેરળ બન્યું છે. કેરળમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગત 24 કલાકમાં 354 મિ.મીથી વધારે વરસાદ પડતાં ત્રણ ઠેકાણે ભારે ભૂસ્ખલન થયું હતું જેમાં મોટી જાનહાની થઈ, 93થી વધુ લોકોના મોત થયાં હતા.
પહાડોની માટીના થરે થર પડતાં મકાનો-માણસો દટાયાં
મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં મંગળવારે સવારે ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. પહાડોની માટીના થરે થર પડવાં લાગતાં મકાનો અને માણસો દટાવા લાગ્યાં હતા. તેઓ આપમેળે બહાર આવી શકે તેવી સ્થિતિમાં જ રહ્યાં નહોતા. ભૂસ્ખલને ચારે તરફ વિનાશ વેર્યો હતો. મકાનો અને કાટમાળના ઢગલા નીચે ફસાયેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોનો સમાવેશ થાય છે.
કેરળમાં ચોમાસાનો સૌથી ભારે વરસાદ અને જાનહાની
કેરળમાં વરસાદે અત્યાર સુધીનો રેકોર્ડ તોડી નાખ્યો છે છેલ્લા 3 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદથી ભારે તબાહી મચી હતી. ભારે વરસાદથી પહાડોને ચિકણા કરી નાખ્યાં અને આને કારણે પહાડો માટી જ માટી છોડવા લાગ્યાં પરિણામે મકાનો અને લોકો દટાવા લાગ્યાં હતા.
#WATCH | River in full spate damages bridge in rain-ravaged Palakkad in Kerala pic.twitter.com/NOhuhN6GuZ
— ANI (@ANI) July 30, 2024
અચાનક માટી સરકતાં ભૂસ્ખલન
નિષ્ણાતો કહે છે કે વાયનાડના મેપ્પડી વિસ્તારમાં, જ્યાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે માટીનું ધોવાણ થયું છે. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો અને અચાનક માટી સરકી ગઈ હતી. હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં, આ વિસ્તારમાં મોટા પાયે વૃક્ષો કાપવામાં આવ્યા છે. આ જંગલ વિસ્તારમાં મોટા વૃક્ષો કાપીને પાક ઉગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે જમીનનું ધોવાણ ઝડપથી થયું છે અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની છે. નિષ્ણાંતોનું માનવું છે કે ઘણા દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બની હોવા છતાં, આવા અકસ્માતોની ભૂમિકા લાંબા સમયથી માટી ધોવાણને કારણે હતી.
જંગલો કપાતાં વધ્યું માટીનું ધોવાણ
હવામાનશાસ્ત્રી અને ભૂસ્તર મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ એમ. રાજીવને કહ્યું, ‘મધ્ય અને ઉત્તર કેરળમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. પરંતુ આવું માત્ર આ વરસાદને કારણે થયું નથી. સતત વરસાદને કારણે જમીન ઢીલી થઈ ગઈ હતી. જ્યારે જમીનમાં ભેજ વધુ પડતો હોય અને તળિયે આવી સ્થિતિ સર્જાય ત્યારે તેમાં તિરાડ પડવાની શક્યતા વધી જાય છે. તેમણે કહ્યું કે આ સિવાય એક વાત પણ સાચી છે કે માનવીય દખલગીરીએ પણ આવી આફતોમાં વધારો કર્યો છે. રાજીવને કહ્યું, ‘આ વિસ્તારોમાં ઘણું જંગલ હતું. પરંતુ હવે અહીં ખેતી લાયક જમીન માટે જંગલો કાપવામાં આવી રહ્યાં છે.
24 કલાકમાં 372 મિ.મી વરસાદ
કેરળમાં છેલ્લા 24 કલાકમાં 372 મિ.મી વરસાદ ખાબક્યો છે જે રેકોર્ડબ્રેક છે. આટલા મોટા પ્રમાણમાં વરસાદ પડવાથી માટીનું ધોવાણ થવું સ્વાભાવિક છે.