વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પીપલગ APMC સામેના ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. સાથોસાથ L&T કંપની અને સામાજિક વનીકરણ વિભાગના સહયોગ થી પીપલગ ગ્રામ પંચાયત હસ્તકના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2100 વૃક્ષોના વાવેતર કરવાના આયોજન અંતર્ગત 501 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ખાતે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, શહેર સંગઠન પ્રમુખ, પીપલગ સરપંચ, જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ, નડિયાદ વિભાગ વન રક્ષક, નગરપાલિકાના કાઉન્સિલરો, નડિયાદ શહેર ભાજપ પરિવારના સૌ સભ્યો, ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.












