click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ
Gujarat

ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે (5 ઓગસ્ટ) ભારે વરસાદ બાદ વાદળ ફાટવાથી ભયંકર આફત સર્જાઈ હતી. આ વિનાશમાં ધારાલી ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આખેઆખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.

Last updated: 2025/08/06 at 10:48 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5 ઓગસ્ટે થયેલા ભયાનક વાદળ ફાટ્યા પછી સર્જાયેલી કુદરતી આપત્તિએ સમગ્ર ધરાલી ગામને નાશની કગાર પર લાવી દીધું છે. સતત ભારે વરસાદ બાદ અચાનક વાદળ ફાટ્યાની ઘટના સામે આવી, જેમાં ધરાલી ગામ પૂર, ભૂસ્ખલન અને કાટમાળની ઝપેટમાં આવી ગયું. આખું ગામ કાટમાળમાં દટાઈ ગયું છે, અને લોકોના ચીસો હૃદય હચમચાવનારા હતા. અત્યાર સુધીમાં ચાર લોકોએ જાન ગુમાવી છે, જ્યારે પચાસથી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. વધુ દુઃખદ વાત એ છે કે, આ વિસ્તારમાં આવેલો આર્મી કેમ્પ પણ આ વિનાશક આપત્તિમાં આવી ગયો છે. અહીં તૈનાત 14 રાજપૂતાના રાઇફલ્સના યુનિટના અનેક જવાન ગુમ હોવાનું શંકાસ્પદ છે, તેમજ આર્મી મેસ અને કાફે પણ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયાં છે.

Just yesterday , I tweeted that #Uttarakhand is being destroyed in the name of development by building too many houses, dams, and today we see the deadly flash floods in #uttarakashi #uttarkashicloudburst . Do you see where houses and hotels were built? pic.twitter.com/9IEbzYoiQb pic.twitter.com/YqTW9PU1uU

— Lady Khabri (@KhabriBossLady) August 5, 2025

હર્ષિલ વિસ્તારનું હેલિપેડ પૂરથી ભરાઈ જતાં હેલિકોપ્ટર દ્વારા રાહત કામગીરી પણ શરૂ કરી શકાયી નથી. સતત વરસાદને કારણે હવામાનમાં તેજ પવન અને દૃશ્યમાનતા ઓછી હોવાથી હવાઈ બચાવ અભિયાન સ્થગિત કરવું પડ્યું છે. ધરાલી દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાતચીત કરીને સમગ્ર સ્થિતિ અંગે માહિતી લીધી હતી અને કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાય આપવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને તમામ જોડાયેલી એજન્સીઓ રાહત અને બચાવમાં તત્પરતાથી કામ કરી રહી છે.

Dharali flash floods || #ITBP & other agencies carried out a swift, coordinated response rescuing 37 villagers and safely moving them to ITBP BOP Kopang, where immediate first aid was provided.#RescueOperation#Uttarkashi #Cloudburst #RescueOperations #NaturalDisaster pic.twitter.com/8duEqkqspm

— All India Radio News (@airnewsalerts) August 5, 2025

સ્થિતિ એટલી ભયંકર છે કે નેશનલ હાઈવે-108 (ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ)ના અનેક ભાગો પર ભૂસ્ખલન અને મોટાં પથ્થરો પડવાથી વાહન વ્યવહાર બંધ થયો છે. BRO દ્વારા યુદ્ધસ્તરે રસ્તા ખુલવા પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ સતત વરસાદને કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે.

#WATCH | Uttarkashi cloudburst incident: Uttarakhand CM Pushkar Singh Dhami conducts an aerial survey of the cloudburst and flash flood-affected areas in Uttarkashi's Dharali. pic.twitter.com/KzaytMHxnf

— ANI (@ANI) August 6, 2025

NDRFની ચાર ટીમ અને ITBPની ત્રણ ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ ગઈ છે. પરંતુ મુખ્ય સમસ્યા એ છે કે ધરાલીથી હર્ષિલ વચ્ચેનો માર્ગ લગભગ 150 મીટર સુધી સંપૂર્ણપણે તૂટી ગયો છે. માર્ગ પર મોટી તિરાડો પડી છે અને રસ્તાની પરિસ્થિતિ અત્યંત જોખમજનક બની છે. કાટમાળના મોટા સ્તર અને સતત પથ્થરો ધસતી હાલતને કારણે રેસ્ક્યુ ટીમ માટે ઘટનાસ્થળે પહોંચી શકાય તેવું પણ બનતું નથી. હાલ ત્યાં કોઈ મશીનરી અથવા કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી શકાય તેવી ડિટેક્શન સિસ્ટમ ઉપલબ્ધ નથી, જેના કારણે બચાવ કાર્ય અત્યંત મુશ્કેલ બન્યું છે.

#WATCH | Uttarakhand | Visuals of NDRF team moving to the ground zero of Uttarkashi cloudburst incident. pic.twitter.com/6ace5VxSiD

— ANI (@ANI) August 6, 2025

દરમિયાન, રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી છે. અનેક ગામોમાં લોકો પોતાનાં ઘરો છોડી દેવા માટે મજબૂર બન્યા છે. હાલના હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના ઘણા જિલ્લાઓમાં શાળા-કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, હવામાનમાં સુધારો આવ્યા બાદ બચાવ કામગીરીને વધુ તેજી અપાશે.

▪️#Uttarakhand: खीरगंगा में आई बाढ़ से धराली बाजार पूरी तरह तबाह।

▪️जिला प्रशासन के अनुसार, इस प्राकृतिक आपदा में जान-माल का भारी नुकसान हुआ।

▪️जिला मजिस्ट्रेट प्रशांत आर्य ने बताया कि प्रारंभिक सूचना के आधार पर चार लोगों की मौत की खबर है। #Uttarkashi #Cloudburst pic.twitter.com/HwqnA8pH3e

— आकाशवाणी समाचार (@AIRNewsHindi) August 5, 2025

આ દુર્ઘટનામાં પૂરગ્રસ્ત લોકોની હાલત અત્યંત દયનીય છે અને આશા રાખીએ કે તંત્રની તાત્કાલિક પગલાં અને કેન્દ્ર-રાજ્યના સંકલિત પ્રયાસોથી લોકોને વહેલી તકે મદદ અને રાહત મળી રહેશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, CM DHAMI, HEAVY RAIN, india news, latest news, Narendra Modi, NDRF and SDRF, news channel in india, oneindianews, Uttarakhand, Uttarakhand CM Dhami, Uttarakhand news, Uttarkashi, uttarkashi news, અતિભારે વરસાદ, ઉત્તરકાશી, ઉત્તરાખંડ, ઉત્તરાખંડ સરકાર, ભયાનક વાદળ ફાટ્યા, ભારે વરસાદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 6, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ – આત્માનંદ સરસ્વતીજી
Next Article RSSના 100 વર્ષ… દિલ્હીમાં યોજાસે ત્રણ દિવસનો કાર્યક્રમ, મોહન ભાગવત પણ થશે સામેલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?