રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંગઠન દ્વારા વિશાળ સ્તરે “શતાબ્દી મહોત્સવ” ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે “100 વર્ષની સંઘ યાત્રા – નવી ક્ષિતિજ” નામક વિશેષ કાર્યક્રમ શ્રેણીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જાહેરાત કરી છે કે શતાબ્દી મહોત્સવના ભાગરૂપે 26 થી 28 ઓગસ્ટ સુધી દિલ્હી ખાતે ત્રણ દિવસીય સંવાદ કાર્યક્રમ યોજાશે, જેમાં સંગઠનના સરસંઘચાલક મોહન ભાગવત પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમોની શ્રેણી માત્ર દિલ્હીમાં પૂરતી નહીં રહી, પણ સમગ્ર દેશમાં ચાર મોટા શહેરોમાં – બેંગલુરુ, કોલકાતા અને મુંબઈમાં પણ આવાં કાર્યક્રમો આગામી મહીનાઓમાં યોજાશે. બેંગલુરુમાં નવેમ્બર-2025માં, કોલકાતામાં ડિસેમ્બર-2025 અને મુંબઈમાં ફેબ્રુઆરી-2026માં વિશાળ કાર્યશાળાઓ અને સંવાદો યોજાશે. સાથે સાથે, દેશના વિવિધ જિલ્લાઓમાં 100થી વધુ સેમિનાર યોજવાની પણ યોજના છે, જેમાં આરએસએસની 100 વર્ષની સફર, તેમના સેવાકાર્યો, રાષ્ટ્રીય ચેતના અને સામાજિક દૃષ્ટિકોણને વ્યાખ્યાયિત કરતા વિષયો પર ચર્ચાઓ થશે.
RSSની સ્થાપના 27 સપ્ટેમ્બર, 1925ના રોજ વિજયા દશમીના પાવન દિવસે નાગપુરમાં ડૉ. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા થઈ હતી. તેની શરૂઆત હિન્દુ સમુદાયમાં સામાજિક એકતા અને રાષ્ટ્રીયતાની ભાવનાને ઊંડું કરવાની દૃષ્ટિથી થઈ હતી. આજે, આરએસએસ વિશ્વના સૌથી મોટા સ્વયંસેવક સંગઠનોમાં સ્થાન પામે છે, જે ભારતભરમાં હજારો શાખાઓ અને લાખો કાર્યકરો દ્વારા દેશસેવા, સામાજિક સમરસતા, શિક્ષણ, આરોગ્ય અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં સતત કાર્યરત છે.
આ શતાબ્દી ઉજવણી માત્ર સંગઠન માટે નહીં, પરંતુ દેશની સાંસ્કૃતિક અને સામાજિક વારસાને ઉજાગર કરતી એક ઐતિહાસિક ક્ષણ બનવાની છે. મોહન ભાગવતના નેતૃત્વ હેઠળ સંઘના કાર્યક્રમો દ્વારા ભવિષ્યની દિશા પણ નક્કી કરવાની તૈયારી દેખાઈ રહી છે, જેમાં “નવી ક્ષિતિજ” તરફનું સંઘનું દ્રષ્ટિકોણ વિશ્લેષિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel