દેશભરમાં કોવિડ વાયરસ અને હાર્ટ એટેકના લઈ ખુબ ચર્ચા થઈ રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ વાયરસને હાર્ટ એટેકના વધતા કેસનું કારણ જણાવ્યું છે. તેમણે આઈસીએમઆરની હાલમાં કરેલા અભ્યાસને લઈ કહ્યું કે, જે લોકોને કોરોના વાયરસ થયો હતો તેને વધુ કસરત કરવી જોઈએ નહિ. આવું કરવાથી હાર્ટ એટેકનો શિકાર બની શકો છો. દેશભરમાં હાર્ટએટેકના વધતા કેસને લઈ સ્વાસ્થ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
વધુ કસરત કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે
સફદરજંગ હોસ્પિટલમાં સીનિયર અને કાર્ડિયોલોજિસ્ટ ડો દિપક સુમન કહે છે કે, કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે પરંતુ એક્સરસાઈઝની એક લિમિટ હોય છે. વધુ કસરત કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. જે લોકો અચાનક વધુ કસરત કરે છે તેના શરીરને આનાથી નુકસાન થઈ શકે છે.
આવું એટલા માટે થાય છે કારણ કે, વધારે વર્કઆઉટના કારણે શરીરમાં ઓક્સિજનની સ્પલાઈ વધી જાય છે. ફેફસાં ઝડપથી કામ કરે છે જેની સીધી અસર હૃદયના કાર્ય પર પડે છે. હૃદય ઝડપથી લોહી પંપ કરવાનું શરૂ કરે છે. જેના કારણે હૃદયની કામગીરી પ્રભાવિત થાય છે અને એટેકનો ખતરો રહે છે.
હાર્ટ એટેકની બિમારીથી કેવી રીતે બચવું
ડો અજિત જણાવે છે કે, હાર્ટએટેકની બિમારીથી બચવા માટે જરુરી છે કે, તમારી લાઈફ સ્ટાઈલનું ધ્યાન રાખો. જમવામાં નમક, મેંદોની માત્રા ઓછી રાખો. ધૂમ્રપાન અને દારુના સેવનથી દુર રહો અને ડોક્ટરની સલાહ મુજબ કસરત કરો. ઉંધનું પણ ખાસ ધ્યાન રાખે રાત્રે ઓછામાં ઓછી 8 કલાકની ઉંધ લો. માનસિક તણાવથી દુર રહો સમયે સમયે તમારા હાર્ટનું ચેકઅપ કરાવતા રહો.