એલોવેરા એક ઔષધીય ગુણોથી ભરપૂર છોડ છે. આજકાલ મોટાભાગના ઘરમાં એલોવેરા વૃક્ષ જોવા મળે છે. તેની સારસંભાળ રાખવી ખૂબ જ સરળ છે અને ફાયદા અઢળક છે. એલોવેરા જેલનો ઉપયોગ વાળ અને ત્વચા પર કરવામાં આવે છે. જો તમે એલોવેરાનો જ્યૂસ કાઢીને પીવો છો તો તેનાથી પેટને પણ ફાયદો થાય છે. વજન ઘટાડવામાં એલોવેરા જ્યૂસ મદદ કરે છે. એલોવેરા જ્યૂસ પીવાથી પાચન મજબૂત થાય છે અને મેટાબોલિઝ્મ ઝડપી બને છે. જે લોકો દરરોજ એલોવેરા જ્યૂસ પીવે છે તેમની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.
તમે દરરોજ એલોવેરાનો જ્યૂસ પી શકીએ છીએ પરંતુ આ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલા પ્રમાણમાં જ્યૂસ પી રહ્યાં છે. દરરોજ એલોવેરા જ્યૂસ પીવો ઠીક છે, પરંતુ ત્યારે જ્યારે તમે 2-4 ચમચી જ પી રહ્યાં હોવ. શરૂઆતમાં તમારે 2 ચમચી જ્યૂસ જ પીવો જોઈએ અને ચેક કરવું જોઈએ કે તમારું શરીર તેને કેવી રીતે પચાવે છે. વધુ પ્રમાણમાં એક સાથે એલોવેરાનો જ્યૂસ પીવાથી નુકસાન થઈ શકે છે.
કયા સમયે એલોવેરા જ્યૂસ પીવું જોઈએ
એલોવેરા જ્યૂસ પીવાનો કોઈ ખાસ સમય નથી. અમુક લોકો સવારે ખાલી પેટ એલોવેરાનો જ્યૂસ પીવે છે તો અમુક લોકો જમ્યા પહેલા એલોવેરા જ્યૂસ લે છે. ઘણી વખત જે લોકોને એસિડ બને છે તેઓ રાત્રે એલોવેરા જ્યૂસ લેવાનું પસંદ કરે છે.
એલોવેરાનું જ્યૂસ કેવી રીતે પીવું જોઈએ
એલોવેરાનો જ્યૂસ અમુક લોકો 2-4 ચમચી પી લે છે. જોકે 4 ચમચી એલોવેરા જ્યૂસ અને 4 ચમચી પાણી મિક્સ કરીને પીવો. ઘણી વખત લોકો એલોવેરા અને આંબળાનો જ્યૂસ મિક્સ કરીને પણ પી લે છે. જો તમે આવું કરો છો તો આંબળા કરતાં એલોવેરાનું પ્રમાણ બમણું રાખી શકો છો. આ રીતે એલોવેરા જ્યૂસ પીવાથી વધુ ફાયદો થશે.