ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ આયુર્વેદના સમર્થક છે. તેમણે આરોગ્ય માટે જીવનની સર્વગ્રાહી પેટર્ન અપનાવવાની અપીલ કરી હતી. તેઓ એક સમારોહને સંબોધિત કરી રહ્યા હતા જ્યાં તેમણે સુપ્રીમકોર્ટના પરિસરમાં એક આયુષ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ), બંદરો, શિપિંગ
અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ અને રાજ્યકક્ષાના આયુષ મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા પણ હાજર રહ્યા હતા. સુપ્રીમકોર્ટ અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ વચ્ચે વેલનેસ સેન્ટરની સ્થાપના, સંચાલન અને નિષ્ણાત સેવાઓ પ્રદાન કરવા માટેના એક MoU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. CJI ચંદ્રચૂડે જણાવ્યું હતું કે મારા માટે આ એક સંતોષની ક્ષણ છે. મેં CJI તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી હું તેના પર કામ કરી રહ્યો છું. હું આયુર્વેદ અને સર્વગ્રાહી જીવનશૈલીનો સમર્થક છું. હું અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાના તમામ ડૉક્ટરોનો હૃદયપૂર્વક આભાર માનું છું.