દેશભરમાં ‘આઈ લવ મુહમ્મદ’ના નામે સામાજિક વાતાવરણ ડગમગાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જેના કારણે ગુજરાત પણ અશાંતિની ઝપેટમાં આવ્યું છે. પહેલાથી જ દહેગામ, અમદાવાદ અને ગોધરા જેવા વિસ્તારોમાં આવા પોસ્ટરોના કારણે તણાવ સર્જાયો હતો, હવે કચ્છના અંજારમાં પણ સમાન ઘટના સામે આવી છે. સ્થાનિક સ્ત્રોતોના અહેવાલ અનુસાર કચ્છના અંજારમાં ગર્લ્સ હાઈસ્કૂલ અને દેવળિયા નાકા વિસ્તારમાં ‘આઈ લવ મુહમ્મદ’ના મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેમાં ધાર્મિક ઉશ્કેરણીજનક શબ્દો લખાયેલા હતા જેમ કે, “મદીને વાલે કા આશિક હું, અસ્મા મેરે સર પર હૈ, મુજે ફિક્ર રહેતી હૈ અમ ઈમાન કી, ઇસીલિયે નામ મુહમ્મદ જુબાં પર હૈ.” વહીવટીતંત્રએ આ પોસ્ટરોને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હજારો મુસ્લિમોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું અને ‘યા અલી…યા અલી’ સહિતના મજહબી નારા લગાવ્યા. આ ઉપરાંત ટોળું ડીજે સાથે મજહબી ગીતો વગાડીને પ્રદર્શન કરવા લાગ્યું, જેના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ. પ્રશાસન અને પોલીસે ભારે બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી, જેથી સ્થિતિ કાબૂમાં રહે.
अहमदाबाद के कुछ संवेदनशील इलाकों में “I love Muhammad” के पोस्टर लगे.
दो दिन पहले “I love Muhammad” के पोस्टर के साथ जुहापुरा में रैली निकाली गई, जिसमें बड़ी संख्या में बच्चे और महिलाये भी शामिल हुई थी.#ILoveMuhammad #Ahmedabad #Juhapura #Gujarat #Rally
[ ILoveMuhammad,… pic.twitter.com/3Qt5DJTk0n
— One India News (@oneindianewscom) September 27, 2025
અમદાવાદમાં પણ આ જ પ્રકારના પોસ્ટરો લગાડવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. શહેરના વેજલપુર, જુહાપુરા અને વિશાલા ટ્રાફિક ચોકી જેવા વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર ‘આઈ લવ મુહમ્મદ’ના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસને જાણ થતાં જ એલર્ટ મોડમાં આવીને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખી રહી છે અને અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ વધારી છે.
ઉલ્લેખનીય છે કે આ જ મામલાને કારણે થોડા દિવસ પહેલા દહેગામના બહિયલ ગામમાં નવરાત્રિના ગરબા દરમિયાન હિંસા ભડકી હતી. ત્યાં મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો કરીને હિંદુઓ પર હુમલો કર્યો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. હિંદુઓની દુકાનોને આગ ચાંપવામાં આવી હતી અને પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તાજા ઘટનાઓને કારણે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને સમગ્ર રાજ્યમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા સાથે ધાર્મિક ઉશ્કેરણી રોકવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel