આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે એક્ઝિટ પોલના અંદાજ મુજબ, ભાજપ લોકસભા ચૂંટણી 2024માં જંગી બહુમતી સાથે આવે તેવું લાગી રહ્યું છે. ત્યારે નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે. એવામાં પાકિસ્તાનમાં પણ ભાજપની જીતની શક્યતાઓને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
ભાજપને બંધારણમાં સુધારો કરવાની સત્તા મળશે
પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ ઈજાઝ અહેમદ ચૌધરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો આ વખતે પીએમ મોદી પ્રચંડ બહુમતી સાથે વડાપ્રધાન બને છે અને એનડીએ ગઠબંધનને સંસદમાં બે તૃતિયાંશ બેઠક મળે છે તો ભાજપને બંધારણમાં સુધારો કરવાની સત્તા મળશે. તેમનું કહેવું છે કે જેવી ભાજપને આ તાકાત મળશે, તે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવામાં લાગી જશે.
પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવે શું કહ્યું?
ચૂંટણી પરિણામોને લઈને પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ ઈજાઝ ચૌધરીએ એક કાર્યક્રમમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભાજપ તેના ચૂંટણી પ્રચારમાં જે પણ કહે છે તે સત્તામાં આવ્યા બાદ તેને પૂરું કરે છે.
એજાઝ ચૌધરીએ કહ્યું, ‘અમે અત્યાર સુધી જે જોયું છે… મોદી સાહેબે ચૂંટણી પ્રચારમાં જે પણ કહ્યું, તેમણે તેને પોતાની પ્રાથમિકતા બનાવીને તેનો અમલ કર્યો છે. તેમણે 2019ની ચૂંટણીમાં કલમ 370નો ઉલ્લેખ કર્યો હતો અને સત્તામાં આવ્યા બાદ તરત જ તેને લાગુ કરી દીધો હતો. મને લાગે છે કે આ વખતે તેમની સૌથી મોટી પ્રાથમિકતા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની છે. આ માટે તેણે ઘણું કામ શરૂ કરી દીધું છે.
તેમણે આગળ કહ્યું, ‘પાકિસ્તાનમાં કોઈને આની સામે વાંધો નહીં હોય… જો ત્યાં હિન્દુઓ બહુમતીમાં હોય તો હિન્દુ રાષ્ટ્ર બનાવો… તેનાથી અમને શું ફરક પડે છે. પરંતુ તેઓ પહેલાથી જ મુસ્લિમો અને અન્ય ધર્મના લોકો માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યા હતા, તેઓ હિન્દુ રાષ્ટ્ર પછી વધુ સમસ્યાઓ ઉભી કરશે.
‘પાકિસ્તાનમાં ઘૂસીને મારી નાખશે…’
એજાઝ ચૌધરીનું કહેવું છે કે જો ભાજપ જંગી બહુમતી સાથે સત્તામાં આવશે તો પાકિસ્તાન પ્રત્યે તેનું વલણ પણ એવું જ રહેશે, તેથી પાકિસ્તાને અગાઉથી તૈયારી કરવી જોઈએ.
તેમનું કહેવું છે કે, ‘સત્તામાં આવ્યા બાદ બીજેપી બહારના દેશો ખાસ કરીને પાકિસ્તાનના ઘરોમાં ઘૂસીને હત્યાના ટ્રેન્ડને આગળ વધારશે. પાકિસ્તાન માટે આ ચિંતાનો વિષય છે… મને લાગે છે કે અન્ય દેશો માટે પણ આ ચિંતાનો વિષય છે. તેથી પાકિસ્તાને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. જો કે ભાજપ કેટલી બેઠકો પર સત્તામાં આવશે તે હજુ નક્કી નથી.