ટ્રાફિકના દંડમાં વધારો કરવામાં આવ્યા પછી હવે સરકાર નિયમોને વધુ આકરા કરવા જઈ રહી છે. આ અંગે તૈયાર કરવામાં આવતા નવા ડ્રાફ્ટમાં એવી દરખાસ્ત છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ મહિના સુધી ઇ-ચલણની રકમ ન કરે તો ડ્રાઇવરનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઉપરાંત જોખમી ડ્રાઇવિંગ અને રેડલાઇટ પાર કરવા જેવી ત્રણ ભૂલ એક વર્ષમાં કરી તો લાઇસન્સ ત્રણ મહિના માટે જપ્ત કરવામાં આવશે.
સરકાર આ પ્રકારનો પ્રસ્તાવ લાવવા માટે એટલા માટે વિચારી રહી છે કેમકે લગભગ ૪૦ ટકા લોકો જ ઇ-ચલણની ચૂકવણી કરે છે. આ સંજોગોમાં ચલણની રિકવરી વધારવાના નિયમો સખ્ત કરવાની તૈયારી છે. આ ઉપરાંત લાઇસન્સ પર ભય લાગશે તો લોકોમાં ડ્રાઇવિંગને લઈને ગંભીરતા જોવા મળી શકે છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે મોટાપાયા પર ટ્રાફિક ચલણ અદા કરવામાં આવી રહ્યા નથી. તેના કારણે ઇ-ચલણના માધ્યમથી ખરાબ ડ્રાઇવિંગ પર પ્રતિબંધ લગાવવાનો હેતુ પૂરો થઈ રહ્યો નથી. આ ઉપરાંત એક પ્રસ્તાવ એવો પણ છે કે જે લોકોના કમસેકમ બે ચલણ પડતર પડયા છે તેમના વાહનના વીમા પ્રીમિયમમાં વધારો કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ૨૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદશો પાસે રિપોર્ટ માંગ્યો હતો કે વ્હીકલ્સ એક્ટ હેઠળ ટ્રાફિક ચલણ કાપવા અને તેને ચૂકવવાના મોરચે સ્થિતિ શું છે.
આ કાયદા હેઠળ જ સીસીટીવી કેમેરા લગાવવા, સ્પીડ ગન લગાવવી અને ઓટોમેટિક નંબર પ્લેટ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટ મુજબ દિલ્હી તે રાજ્યોમાં એક છે જ્યાં ટ્રાફિકનું ઇ-ચલણ સૌથી વધારે પ્રમાણમાં જારી થાય છે, પરંતુ રિકવરી ઘણી ઓછી છે.
ટ્રાફિક નિયમન માટે સખ્તાઈ
🔹 દિલ્લી અને અન્ય રાજ્યોમાં CCTV કેમેરા, સ્પીડ ગન અને ઓટોમેટિક નંબર પ્લેટ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા શરૂ.
🔹 ઈ-ચલણની સૌથી વધુ જારી સંખ્યા દિલ્લીમાં, પરંતુ રિકવરી માત્ર 14%
🔹 યુપી – 27%, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, બિહાર, એમ.પી.માં પણ રિકવરી ઓછી.
કડક પગલાં:
એક વર્ષમાં ત્રણ વાર ટ્રાફિક ભંગ થશે તો લાઈસન્સ 3 મહિનાને માટે રદ.
બે ઈ-મેમો પેન્ડિંગ રહેશે તો વીમા પ્રીમિયમ વધશે.
કેટલાક વાહનમાલિકો પર ₹1-2 લાખ સુધીનો બાકી દંડ.