Paytm એ પોતાના એપ યુઝર્સ માટે એક મહત્વના સમાચાર આપ્યા છે. તમને ખબર હશે કે પેટીએમ પેમેન્ટ્સ બેંકની સર્વિસિસ રિઝર્વ બેંક દ્વારા બંધ કરી દેવામાં આવી છે. તેનાથી સંબંધિત તમામ સર્વિસિસ બંધ કરી દેવામાં આવી છે. તેથી જો તમે હજુ પણ આ બેંક એકાઉન્ટને Paytm એપ પર ડિફોલ્ટ બેંક એકાઉન્ટ રાખ્યુ છે તો તમારે તેને તરત જ બદલવું પડશે.
Paytm યુઝર્સ માટે અપડેટ
Paytm એ ‘X’ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં યુઝર્સને કહેવામાં આવ્યું છે કે, UPI દ્વારા પેમેન્ટ મેળવવા માટે, તેઓએ તેમનું ડિફોલ્ટ બેંક એકાઉન્ટ બદલવું પડશે. જે યુઝર્સ પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટને તેમના ડિફોલ્ટ બેંક એકાઉન્ટ તરીકે રાખ્યું છે, તેને બદલવું જોઈએ અને બીજી કોઈ બેંકનું એકાઉન્ટ પસંદ કરવું જોઈએ.

Update your default bank account on Paytm to receive UPI payments effortlessly. 🚀Follow these steps #PaytmKaro pic.twitter.com/iKCdg9dKRW
— Paytm (@Paytm) March 18, 2024
Paytm એપ પર ડિફોલ્ટ બેંક એકાઉન્ટ કેવી રીતે બદલવું?
1. સૌથી પહેલા Paytm એપ ઓપન કરો અને હોમપેજ પર જાઓ.
2. તમે ઉપરના ડાબા ખૂણામાં એકાઉન્ટ ટેબ જોશો, તેના પર ક્લિક કરો.
3. હવે તમે તમારો QR કોડ જોશો. તેની નીચે UPI અને પેમેન્ટ સેટિંગ્સનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
4. તેના પર તમે તમારી અન્ય વિગતો સાથે બેંક ખાતાઓની યાદી પણ જોશો.
5. અહીં તમારા પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટની નીચે ડિફોલ્ટ બેંક એકાઉન્ટ લખેલું હશે.
6. અહીં તમારા બીજા બેંક એકાઉન્ટ પર ક્લિક કરો.
7. નવું પેજ ખુલશે, અહીં પહેલો વિકલ્પ Set as Default હશે, તેના પર ક્લિક કરો. તમારું બેંક એકાઉન્ટ ડિફોલ્ટ તરીકે સેટ થઈ જશે.