click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ : NIRF
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ : NIRF
AhmedabadGujarat

IIM અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ : NIRF

અમદાવાદની આઈઆઈએમએ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ તરીકે ફરી એકવાર બાજી મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025માં મેનેજમેન્ટ કેટેગરીમાં અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) સળંગ છઠ્ઠા વર્ષે ટોચની ઈન્સ્ટિટ્યુટ રહી છે.

Last updated: 2025/09/04 at 1:13 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ભારતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતી નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2025 ની યાદી જાહેર થઈ છે, જેમાં દેશના વિવિધ યુનિવર્સિટી, કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટના પ્રદર્શનને આધાર બનાવીને 17 અલગ અલગ કેટેગરીમાં ક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ યાદી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવી હતી. સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે અમદાવાદની પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM Ahmedabad) એ મેનેજમેન્ટ કેટેગરીમાં ફરી એકવાર બાજી મારીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. આઈઆઈએમે સતત છઠ્ઠા વર્ષે આ સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2020થી આજદિન સુધી તે દેશની શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ટોચે કાયમ રહ્યું છે. આ વર્ષે બીજા સ્થાને IIM બેંગલુરુ અને ત્રીજા સ્થાને IIM કોઝિકોડે સ્થાન મેળવ્યું છે.

એકંદરે સમગ્ર દેશની શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટનો તાજ ફરી એકવાર IIT મદ્રાસ ના માથે રહ્યો છે. આઈઆઈટી મદ્રાસે માત્ર એન્જિનિયરિંગ કેટેગરીમાં જ નહીં પરંતુ તમામ કેટેગરીઓમાં એકંદરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એન્જિનિયરિંગ કેટેગરીમાં IIT મદ્રાસ પહેલા, IIT દિલ્હી બીજા અને IIT બોમ્બે ત્રીજા સ્થાને રહ્યા છે. જ્યારે એકંદર શ્રેષ્ઠ સંસ્થાઓની યાદીમાં IIT મદ્રાસ પછી IISc બેંગલુરુ બીજા અને IIT બોમ્બે ત્રીજા સ્થાને રહ્યા છે. આ દર્શાવે છે કે સંશોધન, નવીનતા, અને અદ્યતન શિક્ષણ સુવિધાઓને કારણે IIT મદ્રાસ દેશના વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ બની ગયું છે.

યુનિવર્સિટી કેટેગરીમાં ટોચનું સ્થાન IISc બેંગલુરુ એ મેળવી છે, જે દેશની અગ્રણી સંશોધન સંસ્થા ગણાય છે. તેના પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) બીજા સ્થાને અને મણિપાલ અકાડેમી ઓફ હાયર એજ્યુકેશન (MAHE) ત્રીજા સ્થાને રહ્યા છે. કોલેજ કેટેગરીમાં દેશની ટોચની કોલેજ તરીકે હિન્દુ કોલેજ (દિલ્હી યુનિવર્સિટી) એ પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજા ક્રમે મિરાન્ડા હાઉસ અને ત્રીજા ક્રમે હંસરાજ કોલેજ રહ્યા છે. ખાસ વાત એ છે કે ગયા વર્ષે 12મા ક્રમે રહેલી હંસરાજ કોલેજે આ વર્ષે મોટી ઝંપલાવીને ટોપ-3માં સ્થાન મેળવ્યું છે.

મેડિકલ કેટેગરીમાં AIIMS દિલ્હી અગ્રેસર રહ્યું છે. બીજા ક્રમે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER), ચંદીગઢ અને ત્રીજા ક્રમે ક્રિસ્ટિયન મેડિકલ કોલેજ (CMC), વેલ્લોર રહ્યા છે. આ સંસ્થાઓ તેમની અદ્યતન આરોગ્યસેવાઓ અને સંશોધન યોગદાન માટે જાણીતી છે.

NIRFની આ વર્ષની સૌથી ખાસ વાત એ છે કે કુલ 17 કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવી છે. અગાઉ 16 કેટેગરીઓ હતી, પરંતુ આ વર્ષે સસ્ટેનેબિલિટી કેટેગરીનો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ 2024માં પણ ત્રણ નવી કેટેગરી – ઓપન યુનિવર્સિટી, સ્કિલ યુનિવર્સિટી અને સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીઓ –નો સમાવેશ કરવામાં આવ્યો હતો. NIRF રેન્કિંગની શરૂઆત 2016માં થઈ હતી અને તે શિક્ષણના ગુણવત્તા માપવા માટેનો વિશ્વસનીય માપદંડ બની ગયો છે. આ રેન્કિંગમાં શિક્ષણ અને લર્નિંગ, સંસાધનો, સંશોધન અને પ્રોફેશનલ પ્રેક્ટિસ, ગ્રેજ્યુએશન આઉટકમ્સ, આઉટરીચ અને ઈન્ક્લુઝિવિટી, તેમજ હરીફો સામેનું તુલનાત્મક મૂલ્યાંકન જેવા માપદંડોનો સમાવેશ થાય છે.

આ તાજા રેન્કિંગથી સ્પષ્ટ થાય છે કે ભારતીય સંસ્થાઓ સતત વૈશ્વિક ધોરણોને ધ્યાનમાં રાખીને શિક્ષણ, સંશોધન અને નવીનતા ક્ષેત્રે આગળ વધી રહી છે. ખાસ કરીને IIM અમદાવાદ, IIT મદ્રાસ, IISc બેંગલુરુ અને AIIMS દિલ્હી જેવી સંસ્થાઓ વિશ્વસ્તરીય પ્રતિષ્ઠા જાળવીને દેશના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: college, Education, gujarat cm, Gujarat news, gujarati news, IIM Ahmedabad, IIM અમદાવાદ, JNU, MAHE, management institute, NIRF, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, ભારત, હિન્દુ કોલેજ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મહારાષ્ટ્રમાં પૌરાણિક ભૂમિ યવતમાલમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા
Next Article પાટણમાંથી માં અંબાના ધામ અંબાજી માટે સંઘોનું ભવ્ય પ્રસ્થાન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?