આજરોજ ઉમરેઠ શહેરના નાસિકવાડા હોલમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા ડી.વાય.એસ.પી. પંચાલ સાહેબની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ મોટી સંખ્યામાં જાગૃત નાગરિક અને શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેઠના વિદ્યાર્થીઓ વચ્ચે થયો. આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. પંચાલ સાહેબ મુખ્ય ભૂમિકામાં ઉપરાંત સી.પી.આઈ. દેસાઈ સાહેબ અને ઉમરેઠ પી.એસ.આઈ. પાવરા સાહેબ, ભાલેજ પી.એસ.આઈ. વાઘેલા સાહેબ અને ખંભોળજ પી.એસ.આઈ. ડોડીયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ લોક જાગૃતિના કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી પંચાલ સાહેબ દ્વારા લોકોને ગેરકાયદેસર રીતે થતા નાણાંના વ્યવહાર અને તેના કારણે થતી મુશ્કેલીઓ વિશે સમજાવવામાં આવ્યા. ઉપરાંત યુવા વર્ગને ખાસ નસીલા પદાર્થો તરફ ન વળવા અને તેના બદલે પુરી શક્તિ અભ્યાસ તથા રમતગમતમાં વાપરવા વિશે પણ સમજાવવામાં આવ્યું. સાથે સાથે આણંદ જિલ્લા પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી કે આવા ગુનાહિત કૃત્યો થશે તો પોલીસ હંમેશા પ્રજાની સાથે છે અને તેમને ન્યાય અપાવશે.