અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધેલા તણાવ અને વૈશ્વિક બજારમાં સર્જાયેલી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય કોમોડિટી બજાર પર જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અને ચાંદીના ભાવમાં આજે ભારે ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
વૈશ્વિક બજારોમાં વધતી નબળાઈ અને સુરક્ષિત રોકાણ અંગેની અનિશ્ચિતતાને કારણે કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.
MCX પર સોનામાં ₹800 સુધીનો કડાકો
MCX પર 05 ઓગસ્ટ 2026ની એક્સપાયરી વાળા સોનાનો અગાઉનો બંધ ભાવ (Previous Close) ₹1,45,300 પ્રતિ 10 ગ્રામ હતો.
આજે બજાર ખુલતાં જ સોનું ₹1,44,890 પર ઓપન થયું હતું. દિવસ દરમિયાન સોનાએ ₹1,45,061 ની ઊંચી સપાટી (High) અને ₹1,44,500 ની નીચી સપાટી (Low) નોંધાવી હતી.
દિવસ દરમિયાન સોનાના ભાવમાં કુલ ₹800 સુધીનો ઘટાડો નોંધાયો હતો. સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે MCX પર સોનું ₹750 (-0.52%)ના ઘટાડા સાથે ₹1,44,550 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ચાંદીમાં વધુ મોટો ઘટાડો, ₹3,777 સુધી તૂટી
MCX પર 04 સપ્ટેમ્બર 2026ની એક્સપાયરી વાળી ચાંદીના ભાવમાં પણ ભારે નબળાઈ જોવા મળી હતી.
ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,26,377 પ્રતિ કિલો હતો. આજે તે ₹2,26,368 પર ઓપન થઈ હતી. બજાર ખુલ્યા બાદ સતત વેચવાલીના દબાણને કારણે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો.
સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે ચાંદી ₹2,961 (-1.31%)ના ઘટાડા સાથે ₹2,23,416 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી. દિવસ દરમિયાન ચાંદીનો નીચલો સ્તર ₹2,22,600 રહ્યો હતો, એટલે કે કુલ મળીને ₹3,777 સુધીનો કડાકો નોંધાયો હતો.
વૈશ્વિક તણાવથી કોમોડિટી માર્કેટમાં વધ્યું દબાણ
વિશ્લેષકોના જણાવ્યા મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૂરાજકીય તણાવ, વૈશ્વિક બજારમાં વધેલી અસ્થિરતા અને રોકાણકારોની બદલાતી ભાવનાને કારણે કિંમતી ધાતુઓમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ, ડોલરની ચાલ, ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક બજારની દિશા મુજબ સોનું અને ચાંદીના ભાવમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે. તેથી રોકાણકારોએ બજારની સ્થિતિ પર સતત નજર રાખીને જ રોકાણ સંબંધિત નિર્ણય લેવા નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel