Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

ભારતની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પાર્ટનર દેશોમાંથી આયાત 38% વધી, નિકાસમાં પણ વધારો, GTRI રિપોર્ટ

ભારતની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પાર્ટનર દેશોમાંથી આયાત 38% વધી, નિકાસમાં પણ વધારો, GTRI રિપોર્ટ

જે દેશો સાથે ભારતના મુકત વેપાર કરાર છે તેમની સાથે ભારતની નિકાસ કરતા છેલ્લા પાંચ વર્ષમાં આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. મુકત વેપાર કરાર સાથેના દેશો  ખાતેથી ભારતની માલસામાનની આયાત છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૩૮ ટકા વધી ૧૮૭.૯૨ અબજ ડોલર રહી હોવાનું ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ  (જીટીઆરઆઈ) દ્વારા જણાવાયું હતું. આની સામે આજ ગાળામાં નિકાસ ૧૪.૪૮ ટકા વધી ૧૨૨.૭૨ અબજ ડોલર રહી હતી.

મુકત  વેપાર કરાર સાથેના દેશો ખાતેથી ૨૦૧૮-૧૯માં આયાત આંક જે ૧૩૬.૨૦ અબજ ડોલર રહ્યો હતો તે ૩૭.૯૭ ટકા વધી ૧૮૭.૯૨ અબજ ડોલર રહ્યો હતો. જ્યારે નિકાસ આ ગાળામાં ૧૦૭.૨૦ અબજ ડોલરથી વધી ૧૨૨.૭૨ અબજ ડોલર રહ્યાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે.મુકત વેપાર કરારને કારણે ભારતના વિદેશ વેપારના ગણિતોમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યાનું જીટીઆરઆઈના આંકડા પરથી કહી શકાય એમ છે.

૨૦૧૮-૧૯માં  યુએઈ ખાતે ભારતની નિકાસ જે ૩૦.૧૩ અબજ ડોલર રહી હતી તે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૮.૨૫ ટકા વધી ૩૫.૬૩ અબજ ડોલર રહી હતી જ્યારે આજ ગાળામાં આયાત ૨૯.૭૯ અબજ ડોલરથી ૬૧ ટકા વધી ૪૮.૦૨ અબજ ડોલર રહી હતી.ભારત તથા યુએઈ વચ્ચે મુકત વેપાર કરાર મે, ૨૦૨૨થી થયા હતા.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.