Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

લોકશાહીની મજબૂત તસવીરઃ કોણ છે આ અધિકારી, જેમની સામે વડાપ્રધાન મોદીએ પણ બે હાથ જોડી ફોર્મ ભર્યું

લોકશાહીની મજબૂત તસવીરઃ કોણ છે આ અધિકારી, જેમની સામે વડાપ્રધાન મોદીએ પણ બે હાથ જોડી ફોર્મ ભર્યું

લોકસભા ચૂંટણી 2024ની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર હતા. વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વમેધ ઘાટ ગયા અને પછી કાલ ભૈરવ મંદિરના દર્શન કર્યા હતા.

ઉમેદવારી નોંધાવતી વખતે ત્યાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીના નામાંકન માટે ચાર પ્રસ્તાવકો હતા – પંડિત ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહ અને સંજય સોનકર. તેમજ ત્યાં ચૂંટણી અધિકારીની જવાબદારી નિભાવી રહેલા વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમ હતા. એ સમયે દેશના સર્વોચ્ચ પદ પર રહેલા પીએમ મોદી ઉભા થઈને લોકશાહીના સૈનિકને સલામ કરે છે. જે લોકશાહીની ખરેખર એક મજબૂત તસવીર છે.

કોણ છે એસ. રાજલિંગમ?

વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. રાજલિંગમ તમિલનાડુના રહેવાસી છે અને 2009 બેચના IAS અધિકારી છે. તેમણે B.Tech કર્યું છે. એસ. રાજલિંગમે અગાઉ બાંદામાં જોઈન્ટ મેજિસ્ટ્રેટ, ઔરૈયામાં ડીએમ અને લખનૌમાં ડેરી ડેવલપમેન્ટ વિભાગમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી છે. આ ઉપરાંત તેઓ સોનભદ્ર અને કુશીનગરમાં ડીએમ પણ રહી ચૂક્યા છે.

રાજલિંગમે સુલતાનપુરના કલેક્ટર, અયોધ્યાના મ્યુનિસિપલ કમિશનર, મૂળભૂત શિક્ષણ વિભાગના વિશેષ સચિવ, શહેરી વિકાસ વિભાગના વિશેષ સચિવ તરીકે પણ કામ કર્યું છે.

વારાણસીમાં પહેલી જૂને યોજાશે મતદાન

વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે.

પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કામાં 67.25 ટકા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમા અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન થશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.