નવ મેના રોજ પાકિસ્તાની સેનાના કોર કમાન્ડરના ઘરમાં થયેલી તોડફોડના મામલામાં ઈમરાન ખાનના ભત્રીજાની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને પાકિસ્તાની સેનાને સોંપી દેવામાં આવ્યો છે. શકય છે કે, આર્મી દ્વારા તેના પર આર્મી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. કોર કમાન્ડરના ઘરમાં તોડફોડ બાદ આર્મીએ ઈમરાન ખાન પર પણ આર્મી એકટ હેઠળ કેસ ચલાવવાની વાત કરી હતી.
નવ મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની તરફેણમાં પાર્ટીના કાર્યકરોએ કરેલા હિંસક દેખાવો બાદ તેમનો ભત્રીજો હસન ખાન નિયાઝી છુપાઈને ફરતો હતો પણ 13 ઓગસ્ટે તેને એબોટાબાદમાંથી પકડી લેવામાં આવ્યો હતો.
હાલમાં ઈમરાન ખાન પંજાબ પ્રાંતની અટક જેલમાં છે અને ઈમરાને હવે એવુ નિવેદન આપ્યુ છે કે, હું એક હજાર વર્ષ સુધી જેલમાં રહેવા માટે તૈયાર છું.