આજના સમયમાં રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે શ્રેષ્ઠ વિકલ્પ બનતો જઇ રહ્યો છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો છો, તો સેબીએ તમારા માટે મોટી રાહત આપી છે. કેટલાક લોકો KYC રજીસ્ટર કરાવવાની સમસ્યાથી પરેશાન હતા. તેઓ હવે આસાનીથી કરી શકશે.કારણ કે સેબીએ પાન-આધાર લિંક કરવાના નિયમને હટાવી દીધો છે.
આ વાતનો અર્થ એ થયો કે જેઓ PAN-આધાર લિંકિંગના અભાવે મ્યુચ્યુઅલ ફંડ KYC કરી શકતા ન હતા. તેઓ હવે સરળતાથી કરી શકશે. હવે KYC કરાવવા માટે PAN અને આધારની જરૂર નહીં પડે. હવે આ કામ કોઈપણ વધારાના દસ્તાવેજો આપ્યા વિના પૂર્ણ કરી શકાશે.
સેબીએ 14 મેના રોજ એક પરિપત્રમાં રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટે ‘KYC રજિસ્ટર્ડ’ સ્ટેટસ મેળવવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર સાથે લિંક કરવાની જરૂરિયાતને દૂર કરી હતી. જો કે KYC માન્ય સ્થિતિ માટે વ્યક્તિએ આધારને PAN સાથે લિંક કરવું પડશે.
અગાઉ આધાર PAN લિંક જરૂરી હતું
ઓક્ટોબર 2023માં, સેબીએ તમામ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને 31 માર્ચ, 2024 સુધીમાં તેમના PANને આધાર સાથે લિંક કરવા જણાવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે જો લિન્કિંગ નહીં થાય તો KYC પ્રક્રિયા બંધ થઈ જશે, જેનાથી રોકાણની પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. સરનામાના પુરાવા તરીકે બેંક પાસબુક અથવા ખાતાની વિગતોનો ઉપયોગ કરીને પણ KYC કરી શકાય છે.
NRIને સૌથી મોટી રાહત મળી
NRIને સેબીના નિર્દેશથી સૌથી વધુ અસર થઈ હતી, કારણ કે તેમને હવે આધાર મેળવવાની જરૂર નથી. રેગ્યુલેટરે KYC રજિસ્ટર્ડ એજન્સીઓને PAN, નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ધારકોની KYC ચકાસવા વિનંતી કરી હતી. જેનો હેતુ પાન અને આધાર કાર્ડ પર આધારિત ઇન્કમ ટેક્સ (IT) જેવા સત્તાવાર ડેટાબેઝ સાથે રોકાણકારોની વિગતો તપાસવાનો હતો.
આધારને બદલે આ દસ્તાવેજનો ઉપયોગ કરો
SEBIએ 14 મેના રોજ પરિપત્રમાં જણાવ્યું હતું કે રોકાણકારો તેમની KYC આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે છે. જો આધાર ન હોય તો તેની જગ્યાએ અન્ય કોઈ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાય છે.