ઉત્તરાયણ બાદ ઘરે કોઈ નથી તેમ જણાવી યુવતીને ઘરે બોલાવી મહંમદ અર્શ વ્હોરાએ પોત પ્રકાશ્યું અને કુકર્મ આચર્યું.
મહંમદ અર્શની અતિશય શારીરિક શોષણ નો ભોગ બનેલ યુવતીને પરિવારજનોએ હિમ્મત આપતા તેણી ફરિયાદ માટે તૈયાર થઈ.
આણંદ ટાઉન પોલીસ દ્વારા આરોપી મહંમદ અર્શ મકસૂદભાઈ વ્હોરાની ધરપકડ કરવામાં આવી.
આણંદની કોલેજમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતી સાથે સહાધ્યાયી વિધર્મી યુવકે મિત્રતા કેળવી ફોન ઉપર મીઠી -મીઠી વાતો કરી ફસાવી અને યુવતીને પોતાના ઘરે બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. વળી ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરી જુલમ કર્યો હતો.જો કોઈને આ બાબતની જાણ કરશે તો જાનથી મારી નાંખવાની અને આ સબંધો બાબતે સમાજમાં બદનામ કરી દેવાની ધમકીઓ આપતા આખરે ડરી ગયેલી હિન્દુ યુવતી આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મુસ્લિમ યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો..દરમ્યાન પોલીસ દ્વારા ત્વરિત ધોરણે આરોપી મહંમદ અર્શ વ્હોરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદની કોલેજમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતી સાથે સહાધ્યાયી મુસ્લિમ યુવક મહંમદ અર્શ મકસૂદભાઈ વ્હોરાએ મિત્રતા કેળવી અને યુવતીને તેના મૂળ મિત્રગૃપથી અલગ કરી પોતાના ગૃપ સાથે ભેળવી દીધી હતી.આ દરમ્યાન કોલેજના ક્લાસરૂમમાં મહંમદ અર્શ એ યુવતીને “મને તું ગમુ છું” કહી પ્રપોઝ કર્યું હતું આ બાબતે યુવતીએ કોઈ જ જવાબ ન આપતા યુવકે યુવતીના ફોન ઉપર પણ મીઠી વાતો કરી ફરીથી “તું મને ગમે છે” કહી ફરી પ્રપોઝ કર્યું હતું.જોકે યુવતીએ યુવકની રજૂઆતનો કોઈ જ જવાબ વાળ્યો નહિ પરંતુ મિત્રતા જાળવી તેને કોલેજમાં મળતી હતી.દરમ્યાન વિધર્મી યુવક યુવતીને અવારનવાર મુસ્લિમ ધર્મ બાબતેની વિડ્યો સર્ચ કરી બતાવતો અને ઇસ્લામની સારી બાબતો જણાવી યુવતી સાથે સજ્જનતા દાખવી પોતાના મોહપાશમાં લઈ લીધી હતી.હવે યુવતી આ યુવક સાથે સુરક્ષિત અનુભવતી હતી.
મહત્વનું છે કે આ દરમ્યાન યુવકે ઉત્તરાયણ બાદ પોતાના ઘરે કોઈ નથી તેમ જણાવી કોઈ કામ અર્થે મહંમદ અર્શ વ્હોરાએ તેના લક્ષ્મી વિલા ફ્લેટ્સ વાળા ઘરે યુવતીને બોલાવી હતી.ઘરે ચાહ – નાસ્તો કરી યુવતી કોલેજ જવા નીકળતી હતી તો યુવકે તેને થોડો ટાઈમ રોકવા આજીજી કરી હતી.યુવતી કંઈ સમજી શકી નહોતી અને આ દરમ્યાન યુવતીને વોશરૂમ જવું હોય મહંમદ અર્શ વ્હોરા યુવતીને માસ્ટર બેડરૂમમાં લઈ ગયો અને યુવતી વોશરૂમ બહાર નીકળી ત્યારે મહંમદ અર્શ વ્હોરાનું બદલાયેલ વર્તન જોઈ યુવતી ડરી ગઇ હતી. પરિસ્થિતિ પામી ગયેલ યુવતીએ કોલેજ જવાની ઉતાવળ બતાવી તો યુવકે ‘ફલેટના માણસો જોઈ જશે અને બદનામ કરશે ‘ નો ડર બતાવતા યુવતી મુઝાઈ ગઈ હતી.મહંમદ અર્શ એ યુવતીના આ માનસિક ડર નો લાભ લઈ તેણીને બે હાથેથી જકડી લીધી અને તેણીની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.
અચાનક બનેલ આ ઘટનાને લઈને યુવતી ડઘાઈ ગઈ હતી અને યુવતીની આ નિર્બળ માનસિકતા અનુભવતા મહંમદ અર્શ ની હવસ બેવડાઈ ગઈ હતી.તેને યુવતીને ધમકાવી અને તાડુક્યો કે “હું જ્યારે કહું ત્યારે તારે મારી ઘરે આવી જ જવાનું , નહિ તો તને ખબર છે હું શું રાખું છું.?” તેમ જણાવી હવે યુવતીને ધાકધમકી અને બદનામી નો ડર બતાવી યુવતીને અવારનવાર પોતાની ઘરે બોલાવી હવસ સંતોષી રહ્યો હતો.બીજી તરફ આ શોષણથી ત્રસ્ત યુવતીએ યુવકને “તે મારી સાથે જે કામ કર્યું પછી મારું શું ?” તેમ પૂછતા મહંમદ અર્શ એ જવાબ વાળ્યો કે મારી સાથે લગ્ન કરવા હશે તો તારે મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે ,અમારા મુસ્લિમોમાં બહાર લગ્ન કરી શકાતા નથી.પહેલા તું મુસ્લિમ બની જા પછી હું તારી સાથે લગ્ન કરી શકું અને હું લગ્ન કરી પછી તારે અમારા ધર્મ પ્રમાણે રહેવું પડશે.
વિધર્મી યુવક મહંમદ અર્શ ની દગાખોરી , શારીરિક શોષણ અને ધાક ધમકીથી યુવતી ત્રસ્ત થઈ ગઈ હતી અને હૃદયથી ભાંગી પડી હતી.તેણીએ પરિવારજનોને આ સઘળી બાબતોએ વાકેફ કરતા પરિવારજનો પણ હેબતાઈ ગયા હતા.જોકે હાલ વધતી જતી આ ઘટનાઓને લઈ જાગૃતિ પણ આવી છે જેને કારણે પરિવારજનોએ વાતને ઢાંકવા કરતા પોલીસ ફરિયાદ આપવાનું મન બનાવ્યું અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરતા પોલીસે પોલીસે મહંમદ અર્શ મકસુદભાઈ વોરા વિરુદ્ધ ઇપીકો કલમ 376(2)એન તથા 506 (2) મુજબ ગુનો નોંધી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ ટાઉન પોલીસ દ્વારા ત્વરિત ધોરણે આ દુષ્કર્મના આરોપી મહંમદ અર્શ મકસૂદભાઈ વ્હોરાની ધરપકડ કરવામાં આવી છે.
રિપોર્ટ-ભાવેશ સોની (આણંદ)