પોલીસ ફરિયાદ મુજબ કોમલબેન તેમના સસરા ભુપતસિંહ તખતસિંહ પરમાર, દિયર જયદીપસિંહ તથા પતિ સાથે સંયુક્ત પરીવારમાં રહે છે. તેમના ઘરની નજીક તેમના કાકા સસરા જગજીવનસિંહ તખતસિંહ પરમાર તેમની પત્ની હરખાબેન અને પરીવાર રહે છે. તેમના ફળિયામાં છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ગ્રામ પંચાયત તરફથી સમયસર મળતુ ન હોવાથી રહીશોએ પંચાયતને અવરનવાર મૌખિક જાણ કરેલ હતી. આજરોજ બપોરના સમયે તેઓના ફળિયા નજીક માજી સરપંચ રફીક જે હાલમાં પણ ગામની પંચાયતનુ કામકાજ કરે છે તે આવેલ અને તેમની સાથે ઇદ્રીશ સરીફખાન પઠાણ તથા અરબાઝ મુનિરખાન પઠાણ તથા અકીલ બિસ્મીલ્લાખાન પઠાણ પણ આવ્યા હતા. આ સમયે કોકિલાબેન ના પરીવારના સભ્યો રફીક સરપંચ પાસે જઈને પાણી સમયસર આવતુ ન હોય તે બાબતે રજુઆત કરતા રફીક સરપંચ એકદમ ગુસ્સે થઇ ગયેલ અને ગમે તેમ ગાળો બોલવા લાગેલ. તે સમયે કોકિલાબેન ના પતિ વિક્રમસિંહ આવી જતા રફીક સરપંચ તથા ઇદ્રીશ સરીફખાન પઠાણ તથા અરબાઝ મુનિરખાન પઠાણ તથા અકીલ બિસ્મીલ્લાખાન પઠાણ ભેગા થઇ કોકિલાબેન ના પતિ તથા દિયર જયદીપસિંહને ગમેતેમ ગાળો બોલી ગડદા પાટુનો માર મારવા લાગેલ જેથી અમો વચ્ચે છોડાવવા પડતા મને તથા મારી સાસુને પણ માર મારેલ અને રફીક સરપંચ નજીક માંથી લાકડા નો ડંડો લઇ આવી મારા દીયર જયદીપસીંહ ને જમણા હાથે ડંડો મારી દીધેલ જેથી તેને ચામડી ચીરાઇ લોહી નીકળેલ. આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં કોકિલાબેન દ્વારા કાયદેસરની ફરિયાદ કરેલ છે.