click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે રૂ.૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યના યુવાધનના હાથમાં જતા પણ અટકાવ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે રૂ.૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યના યુવાધનના હાથમાં જતા પણ અટકાવ્યું
Gujarat

પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે રૂ.૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ માત્ર ગુજરાત જ નહીં, અન્ય રાજ્યના યુવાધનના હાથમાં જતા પણ અટકાવ્યું

ડ્રગ માફિયાઓ સામે ગુજરાત પોલીસનો સપાટો : પાંચ વર્ષમાં ૩,૭૦૦થી વધુ ગુના નોંધી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા કુલ ૫,૩૪૬ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા

Last updated: 2026/06/25 at 5:02 પી એમ(PM)
One India News Team
Share
6 Min Read
SHARE
Highlights
  • આજે ડ્રગ્સનો કારોબાર કરતા માફીયાઓ ગુજરાત માર્ગે અન્ય રાજ્યમાં પોતાનો માલ લઈ જતા પણ ધ્રુજી રહ્યા છે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
  • ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ નેટવર્કની કમર તોડી છે : રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક
  • ડ્રગ્સના નેટવર્કને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય
  • જીવના જોખમે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ આપવાની ઐતિહાસિક નીતિ અમલી
  • સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો પણ નાર્કોટિક્સના કેસ કરી રહી છે

૨૬મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સબળ અને આક્રમક નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે. માફીયાઓના ડ્રગ્સની હેરાફેરી કરવા માટેના નીતનવા કાવતરાને આપણી ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સી નિષ્ફળ કરી નાંખે છે.

Contents
ગુજરાતની ક્રાંતિકારી ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અને પોલીસને ‘આઉટ ઓફ ટર્ન’ પ્રમોશન નીતિ થકી ખાસ પ્રોત્સાહનAI આધારિત ‘NARIT’ સોફ્ટવેર અને કોન્વિક્શન રેટ વધારવાનો લક્ષ્યાંકડ્રગ્સ વિરુદ્ધ વ્યુહાત્મક એક્શન પ્લાન :નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો માનવીય અભિગમ:

ગુજરાત પોલીસની આક્રમક કામગીરીના પરિણામે આજે ડ્રગ્સનો કારોબાર કરતા માફીયાઓ ગુજરાત માર્ગે અન્ય રાજ્યમાં પોતાનો માલ લઈ જતા પણ ધ્રુજી રહ્યા છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જણાવે છે.

રાજ્યમાં નશાના કારોબારને ડામવામાં કરવામાં આવેલી છેલ્લા પાંચ વર્ષની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ માત્ર કાગળ પર નહીં, પણ વાસ્તવિક ધરાતલ પર કડકાઈથી અમલી બનાવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેપાર વિરુદ્ધ 3,700 થી વધુ કેસ નોંધીને નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા 5,346 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક ઓપરેશન્સ અંતર્ગત પોલીસે આશરે રૂ. 13,600 કરોડથી વધુ કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે.

ગુજરાતની ક્રાંતિકારી ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અને પોલીસને ‘આઉટ ઓફ ટર્ન’ પ્રમોશન નીતિ થકી ખાસ પ્રોત્સાહન

કોઈપણ જંગ ત્યારે જ જીતી શકાય છે જ્યારે લડનારા સૈનિકોનો જુસ્સો આસમાને હોય. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સત્તાવાર રીતે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી બનાવી છે. આ નીતિ હેઠળ ડ્રગ્સના મોટા નેટવર્કને ખુલ્લા પાડનારા અને કરોડોનો જથ્થો પકડનારા બાહોશ પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ ચોક્કસ બાતમી આપનારા સામાન્ય નાગરિકો-બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે.

એટલું જ નહીં, પરંપરાગત મર્યાદાઓથી ઉપર ઉઠીને, પોતાના જીવના જોખમે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સરકારે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ આપવાની ઐતિહાસિક નીતિ અપનાવી છે. આ ક્રાંતિકારી પગલાથી પોલીસ વિભાગના જુસ્સામાં વધારો થયો છે. જેના પરિણામે હવે દરેક સ્તરનો પોલીસકર્મી આ લડાઈમાં સક્રિયપણે જોડાઈ ગયો છે.

AI આધારિત ‘NARIT’ સોફ્ટવેર અને કોન્વિક્શન રેટ વધારવાનો લક્ષ્યાંક

આધુનિક યુગના ડ્રગ માફિયાઓ ડિજિટલ અને અત્યાધુનિક નેટવર્કનો ઉપયોગ કરે છે, ત્યારે તેમની સામે જીતવા માટે ગુજરાત પોલીસે પણ હાઈટેક હથિયાર અપનાવ્યું છે. ડ્રગ્સના ગુનેગારોની પ્રોફાઈલિંગ અને કનેક્શન ટ્રેકિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘NARIT’ સોફ્ટવેર તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

આ સોફ્ટવેરની મદદથી પકડાયેલા ગુનેગારોના ભૂતકાળના રેકોર્ડ્સ, તેમના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ, નાણાકીય વ્યવહારો અને ડાર્ક વેબના તારને સેકન્ડોમાં સ્કેન કરીને ઇન્ટેલિજન્સ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. તપાસમાં માત્ર સ્થાનિક પેડલર સુધી સીમિત ન રહેતા, ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ‘ટોપ ટૂ બોટમ એપ્રોચ’ અપનાવાયો છે. NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળના કેસોને કોર્ટમાં વધુ મજબૂત બનાવવા, ગુનેગારોને કોર્ટમાંથી કડકમાં કડક સજા અપાવવા અને રાજ્યનો કન્વિક્શન રેટ વધારવા માટે ચાર્જશીટ અને સાયન્ટિફિક પુરાવાઓ આ સોફ્ટવેર દ્વારા એનાલાઈઝ કરવામાં આવે છે.

ડ્રગ્સ વિરુદ્ધ વ્યુહાત્મક એક્શન પ્લાન :

ANTF ની સ્થાપના : ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય તાર અને સપ્લાય ચેઈનને તોડવા ખાસ ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ કાર્યરત કરવામાં આવી છે.

સ્થાનિક પોલીસને સત્તા: રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકની સૂચનાથી હવે માત્ર SOG કે ATS જ નહીં, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશન પણ નાર્કોટિક્સના કેસ કરી તેની સીધી તપાસ કરી શકશે.

માઇક્રો-લેવલ એન્ટી-નાર્કોટિક્સ સેલ: ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના છેવાડાના ગામડાઓ સુધી નશાનો વ્યાપ રોકવા દરેક જિલ્લામાં ડેડિકેટેડ સેલની રચના કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

ગુજરાત પોલીસની સક્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2020માં જ્યાં રાજ્યમાં નાર્કોટિક્સના માત્ર 315 કેસ નોંધાયા હતા જ્યારે આ ચાલુ વર્ષે માત્ર પાંચ જ મહિનામાં 584 કેસ નોંધાયા છે. કેસોની સંખ્યામાં થયેલો આ વધારો ડ્રગ્સનો વ્યાપ વધ્યો હોવાનું નહીં, પરંતુ પોલીસની સર્વેલન્સ અને રેડ કરવાની ક્ષમતા તથા ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવાની આક્રમકતા દર્શાવે છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો માનવીય અભિગમ:

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના મતે, “આ લડાઈ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી સીમિત નથી, પરંતુ નશાના દલદલમાં ધકેલાઈ ગયેલા રાજ્યના યુવાધનને સુરક્ષિત બહાર કાઢવાની પણ છે.” આ વિચારધારા સાથે રાજ્ય સરકાર ગુનેગારો સામે વજ્ર જેવી કડક હોવાની સાથે-સાથે નશાના ભોગ બનેલા યુવાનો માટે અત્યંત સંવેદનશીલ છે. જે અંતર્ગત વ્યસનમુક્તિ કેન્દ્રને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવાયા છે. તેઓ પુનઃ સન્માનભેર સમાજની મુખ્ય ધારામાં જોડાઈ શકે તે માટે યુવાનોને યોગ્ય કાઉન્સિલિંગ અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસના અવસરે ગુજરાત પોલીસની આ આક્રમક નીતિઓ, ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને સરકારનો મક્કમ ઈરાદો દેશભરના રાજ્યો માટે એક રોલ મોડેલ બન્યું છે. ગુજરાત ‘ડ્રગ-ફ્રી સ્ટેટ’ બનવાની દિશામાં અવિરત અને મક્કમ પગલે આગળ વધી રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, AI Based Drug Investigation, Anti Drug Awareness Gujarat, Anti Narcotics Cell Gujarat, bhupendra patel, Breaking news, CM Gujarat, Drug Conviction Rate Gujarat, Drug Free Gujarat Campaign, Drug Mafia Crackdown, Drug Rehabilitation Gujarat, Drug Trafficking Gujarat, GS Malik, gujarat, Gujarat Anti Narcotics Task Force, Gujarat ATS Drug Operation, Gujarat Drug Free State, Gujarat Drug Reward Policy, Gujarat Drug Seizure, Gujarat Police Anti Drug Campaign, Gujarat police news, Gujarat Police Zero Tolerance, Gujarat SOG, gujarati news, HARSH SANGHAVI, india news, International Day Against Drug Abuse, International Drug Day 2026, latest news, narcotics seizure India, Narendra Modi, NARIT Software, NDPS Cases Gujarat, news channel in india, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, Out of Turn Promotion Police, top news channel, topnews, topnewschannelinindia, આઉટ ઓફ ટર્ન પ્રમોશન પોલીસ, આંતરરાષ્ટ્રીય ડ્રગ એબ્યુઝ વિરોધી દિવસ, આંતરરાષ્ટ્રીય ડ્રગ ડે 2026, એઆઈ આધારિત ડ્રગ ઇન્વેસ્ટિગેશન, એનડીપીએસ કેસો ગુજરાત, એન્ટી નાર્કોટિક્સ સેલ ગુજરાત, ગુજરાત એટીએસ ડ્રગ ઓપરેશન, ગુજરાત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ગુજરાત એસઓજી, ગુજરાત ડ્રગ જપ્તી, ગુજરાત ડ્રગ ફ્રી સ્ટેટ, ગુજરાત ડ્રગ રિવોર્ડ પોલિસી, ગુજરાત પોલીસ એન્ટી ડ્રગ ઝુંબેશ, ગુજરાત પોલીસ ઝીરો ટોલરન્સ, ગુજરાત પોલીસ સમાચાર, જી.એસ.મલિક, ડ્રગ એન્ટી ડ્રગ જાગૃતિ ગુજરાત, ડ્રગ કન્વિક્શન રેટ ગુજરાત, ડ્રગ ટ્રાફિકિંગ ગુજરાત, ડ્રગ ફ્રી ગુજરાત ઝુંબેશ, ડ્રગ માફિયા ક્રેકડાઉન, ડ્રગ રિહેબિલિટેશન ગુજરાત, નારિટ સોફ્ટવેર, નાર્કોટિક્સ જપ્તી ભારત, ભારત, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 25, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડોદરાની સરકારી શાળામાં શિક્ષણનો નવો રેકોર્ડ : ખાનગી શાળા છોડીને 1,354 વિદ્યાર્થીઓએ લીધો પ્રવેશ
Next Article ગુજરાતમાં સીમાંકનથી બદલાશે રાજકીય નકશો? લોકસભાની 40 અને વિધાનસભાની 273 બેઠકો થવાની સંભાવના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?