હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો છે. આ દરમિયાન નેતન્યાહૂએ પીએમ મોદીને ઈઝરાયેલની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમામ ભારતીયો ઇઝરાયલની સાથે છે. પીએમ મોદીએ ઈઝરાયેલ પરના આ હુમલાની નિંદા કરી છે.
I thank Prime Minister @netanyahu for his phone call and providing an update on the ongoing situation. People of India stand firmly with Israel in this difficult hour. India strongly and unequivocally condemns terrorism in all its forms and manifestations.
— Narendra Modi (@narendramodi) October 10, 2023
અગાઉ જ્યારે હમાસે ઈઝરાયેલ પર આકરા હુમલા કર્યા હતા. ત્યારબાદ ભારતે આ હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ આ મુશ્કેલ સમયમાં ઇઝરાયલની સાથે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ ઇઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ચોંકી ગયા છે. તેમણે કહ્યું કે તેમના વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે.