કથાના પ્રારંભે મુન્દ્રાની અગિયાર બાલિકાઓએ મસ્તક ઉપર ગ્રંથ રાખીને બાલપોથી યાત્રા કાઢી હતી. બાળકોએ લેઝિમના દાવ સાથે મુન્દ્રાની ધરાને પાવન કરવા આવેલા કેરા, બળદિયા, માનકુવા, કુંદનપર નારણપર, માંડવી ગોડપર, રામપર ગામેથી આવેલ સિત્તેર સાંખ્ય યોગી બાઈઓનું સ્વાગત કરીને આ આનંદ ઓચ્છવને મન ભરીને માણ્યો હતો.
આ શુભ પ્રસંગે રવિસભાને સંબોધન કરતા સાંખ્ય યોગી જશોદાબાઈએ કહ્યું કે જેમના ઉપર ભગવાનની અસીમ કૃપા વરસી હોય એવી દિવ્ય ચેતનાઓ જ મંદિરમાં આવતી હોય છે અને એ સંતો થકી ભગવાનની હયાતીની અનુભૂતિ મેળવતી હોય છે એમ કહી દિવ્ય કથાનું રોજ રસપાન કરવાનું પ્રેરક આહવાન કર્યું માંડવીના સાંખ્ય યોગી મેઘબાઈએ સનાતન ધર્મને સમૃદ્ધ કરતા દ્રષ્ટાંતો આપીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
કથાની પૂર્ણાહુતિએ ભુજ, માંડવી આને અંજાર સ્વામિનારાયણ મંદિરથી બ્રહ્મનિષ્ઠ સંતો આશિર્વચન આપવા પધારશે.આ પ્રસંગે વિવિધ વાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ આધ્યાત્મિક અનુભૂતિ કરવા આવશે એમ આયોજક સાંખ્યયોગી દેવુબાઈ ફયીએ જણાવ્યું છે.
સમગ્રતયા વ્યવસ્થાપન માટે પુજારી શ્રી કિર્તીભાઈ, ટ્રસ્ટી મંડળ,યુવક, યુવતી મંડળ સહિત સત્સંગીઓ વિવિધ સેવાઓ આપીને ધન્યતા અનુભવી રહ્યાં છે.