Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ના કાર્યાલયનું શુભારંભ

નડિયાદ  ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ના કાર્યાલયનું શુભારંભ

શ્રી સંતરામ મંદિરના શ્રી નિર્ગુણદાસજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સર્વમંગલ સ્વામીજી તથા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 ના કાર્યાલયનું ઓમ ગ્લોરિયા, મટકા ખીચડીની બાજુમાં, નડિયાદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.

છાટિયાવાડ – ખારાકૂવા સમસ્ત પરિવાર, નડિયાદ ભાજપ પરિવાર અને કાઉન્સિલરો દ્વારા શ્રી રાધે ફાર્મ, મટકા ખીચડી સામેનું ગ્રાઉન્ડ, પીપલગ રોડ, નડિયાદ ખાતે શ્રી કલ્યાણી ગ્રુપ પલકબેન રાવ પટેલ ગાયક તરીકે આ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, નડિયાદ શહેર પ્રમુખ, અગ્રણીઓ, પૂ.શ.પ્રમુખ, નગરપાલિકાના કાઉન્સિલરઓ, સંગઠનના સભ્યો છાટિયાવાડ – ખારાકૂવા પરિવારના યુવા મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.