ભારતના ખેલાડીઓનું આ વખતે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એવામાં એશિયન ગેમ્સમાં ભારતીય મેન્સ હોકી ટીમે આજે ફાઈનલમાં જાપાનને હરાવી ગોલ્ડ મેડલ આપવ્યો છે. મેન્સ હોકીમાં ભારતે રેકોર્ડ 16મી વખત મેડલ જીત્યો છે. આ 16 મેડલમાંથી 4 ગોલ્ડ મેડલ છે.
Golden Victory Alert: #HockeyHigh portrayed right by our #MenInBlue 🏒
Team 🇮🇳 outshines 🇯🇵 5⃣-1⃣ and brings home🥇& also a #ParisOlympics Quota 🥳
What a match!!
Great work guys💯 Keep shining 💪🏻#Cheer4India#HallaBol#JeetegaBharat#BharatAtAG22 🇮🇳 pic.twitter.com/UKCKom45tP
— SAI Media (@Media_SAI) October 6, 2023
ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવ્યું
ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રથમ મેચથી જ શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એશિયન ગેમ્સમાં મેન્સ હોકી ટુર્નામેન્ટમાં કેટલો દબદબો છે તેનો અંદાજ સ્કોરકાર્ડ પરથી લગાવી શકાય છે. એશિયન ગેમ્સની પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0ના મોટા અંતરથી હરાવ્યું હતું. આ પછી સિંગાપોરને 16-1 અને બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. ભારતે ગ્રુપ રાઉન્ડમાં જ જાપાનને 4-2 અને પાકિસ્તાનને 10-2થી હરાવ્યું હતું. ત્યારબાદ ફાઇનલમાં જાપાનને 5-1થી હરાવ્યું.
એશિયન ગેમ્સમાં અગાઉ 2014માં સુવર્ણ સફળતા મેળવી હતી
એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. ભારતે અગાઉ 2014માં યોજાયેલી એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા મેળવી હતી.
પેરિસ ઓલિમ્પિક માટે કર્યુ ક્વૉલિફાય
આ ગોલ્ડ સાથે ભારતીય હોકી ટીમ 2024માં પેરિસમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે પણ ક્વોલિફાય કર્યું છે. મેચની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં મેચની 25મી મિનિટે ભારતે પ્રથમ ગોલ ફટકાર્યો હતો.