ભારતીય અર્થવ્યવસ્થા પર દુનિયાનો ભરોસો વધતો જાય છે. વર્ષ 2000 પછી ખાસ કરીને વિદેશી રોકાણકારોનો ઝુકાવ વધ્યો છે. કોવિડ પછીના 2 વર્ષને બાદ કરી તો પ્રત્યક્ષ વિદેશી નિવેશ (FDI) ના મામલામાં ભારતની જોળી ભરેલી જ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અનુસાર 2014થી ભારતે 6667.4 અરબ અમેરિકન ડોલરનું ભંડોળ ભેગું કર્યું છે જે 2004-14 ની તુલનામાં 119 ગણું વધારે છે. આ વર્ષે 2024 માં એપ્રિલથી લઈને સપ્ટેમ્બર સુધી ભેગી થયેલી એફડીઆઇ ગયા વર્ષના પ્રમાણમાં 29% વધારે છે.
કોણે કર્યું સૌથી વધુ રોકાણ?
મોરેશિયસે ભારતમાં સૌથી વધુ એટલે કે લગભગ 15 લાખ કરોડ ( 177.18 અરબ અમેરિકન ડોલર )નું રોકાણ કર્યું છે, તો સિંગાપોરે 14.23 લાખ કરોડ રૂપિયા અને અમેરિકાએ 67.8 અરબ અમેરિકન ડોલરનું કુલ રોકાણ કર્યું છે.
આ ફિલ્ડમાં રોકાણ વધુ
આ દેશોએ સૌથી વધુ જે ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે તે છે સર્વિસ ફિલ્ડ, કૉમ્પ્યુટર – સોફ્ટવેર અને હાર્ડવેર, દૂરસંચાર, વેપાર, નિર્માણ વિકાસ, ઑટોમોબાઇલ, રસાયણ અને મેડીસીન ફિલ્ડ.