વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યુ. સાથે જ તેમણે સેમિકોન ઇન્ડિયા 2023ના પ્રદર્શનને નિહાળ્યુ હતુ. જે પછી તેમણે આ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ. જેમા તેમણે જણાવ્યુ કે મે સેમિકોન ઇન્ડિયા 2023નું પ્રદર્શન જોયુ. હું યુવા પેઢીને આગ્રહ કરુ છુ કે પ્રદર્શન જોવા જરુર જવુ. જેથી દુનિયાએ શું ટેકનોલોજી ઊભી કરી છે તે જાણી શકે. સાથે જ તેમણે ભારત ટેક્નોલોજીને લઇને કેટલુ આગળ વધી રહ્યુ છે તેની માહિતી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે ગત વર્ષે સેલિકોન ઇન્ડિયાનું પહેલુ એડિશન યોજાયુ હતુ. ત્યારે ચર્ચા એ હતી કે ભારતે સેમિકોનમાં કેમ રોકાણ કરવુ જોઇએ. હવે સવાલ બદલાયો છે કે કેમ રોકાણ ન કરવુ જોઇએ. માત્ર સવાલ નથી બદલાયો પણ પવનની દિશા પણ બદલાઇ છે. આ દિશા તમારા પ્રયાસોએ બદલ્યો છે. જેથી અહીં હાજર તમામ કંપનીઓને અહીં ભાગ લેવા માટે આભાર માનુ છે.
ભારતમાં મોબાઇલ મેન્યુફેક્ચર યુનિટ સંખ્યા વધી
તેમણે જણાવ્યુ કે સેમિકોન ઇન્ડિયાના લક્ષ્યમાં ભારતની મોટી ભૂમિકા છે. તમે ભારત સાથે પોતાના ભવિષ્ય અને સપનાને જોડ્યા છે અને ભારત કોઇને પણ નિરાશ નથી કરતુ. એકવીસમી સદીના ભારતમાં તમારા માટે અવસર જ અવસર છે. આજે ગ્લોબલ સેક્ટરમાં આપણા શેર ઘણા વધ્યા છે. બે વર્ષમાં જ 100 કરોડને પાર, ભારતમાં બનેલા મોબાઇલ એક્સપોર્ટ બે ગણું વધ્યુ છે. ભારત અત્યારે દુનિયાના બેસ્ટ મોબાઇલ બનાવે છે અને એકસ્પોર્ટ કરે છે. 2014 પહેલા ભારતમાં માત્ર 2 મોબાઇલ મેન્યુફેક્ચર યુનિટ હતા. આજે તેની સંખ્યા 200થી વધુ છે.
બિઝનેશના કેટલાક ઇન્ડીકેટર મળી રહ્યા છે-PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે 2014માં 25 હજાર ઇન્ટરનેટ કનેકશન હતા. અત્યારે 85 કરોડથી વધુ થયા છે. આ આંકડા ભારતમાં વધતા જતા બિઝનેશના ઇન્ડીકેટર છે. તેમણે જણાવ્યુ કે વિશ્વ ચોથી ઔધ્યોગિક ક્રાંતિનું સાક્ષી બનવા જઇ રહ્યુ છે. ભારત પર લોકોનો ભરોસો સતત વધી રહ્યો છે. આજે ભારત પર રોકાણકારોને ભરોસો છે. સ્ટેબલ, રિસ્પોન્સીબલ સરકાર છે.
1 લાખથી વધુ ડિઝાઇન એન્જીનિયર તૈયાર થશે-PM મોદી
વડાપ્રધાને જણાવ્યુ કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 1 લાખથી વધુ ડિઝાઇન એન્જીનિયર તૈયાર થશે. આજે ભારત દુનિયાના સૌથી ઓછા કોર્પોરેટ ટેક્સવાળા દેશમાંથી એક છે. અમે ટેક્શેશન પ્રોસેસને ઓછો કર્યો છે. સેમિકોન ઇન્ડિયાના લક્ષ્ય માટે સ્પેશિયલ ઇન્સેટિવ પણ આપ્યા છે.