એશિયન ગેમ્સમાં આજે ચોથા દિવસે પણ ભારતે શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા આજના દિવસનો શૂટિંગ સિલ્વર મેડલ સાથે ખાતું ખોલાવ્યા બાદ હવે 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. શૂટિંગમાં સિલ્વર અને પીસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મળતા મેડલની સંખ્યા હવે 16 પર પહોંચી ગઈ છે. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ચાર ગોલ્ડ, પાચં સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
Hangzhou Asian Games: India's Manu Bhaker, Esha Singh and Rhythm Sangwan win gold in the Women's 25-metre Pistol team event. This is the fourth gold for India
(Photo source: SAI Media) pic.twitter.com/4L6leDkubN
— ANI (@ANI) September 27, 2023
આજે ચોથા દિવસે ભારતે બીજો મેડલ જીત્યો
પિસ્તોલ ટીમમાં મનુ ભાકર , ઈશા સિંહ અને રિધમ સાંગવા ને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતને સ્પર્ધાના પહેલા દિવસે પાંચ, બીજા દિવસે છ અને ત્રીજા દિવસે ત્રણ મેડલ મળ્યા હતા. ભારત મેડલ ટેબલમાં કુલ 16 મેડલ સાથે છઠ્ઠા ક્રમે છે. આજે શૂટિંગ ટીમે તેનો પ્રથમ મેડલ જીત્યો હતો. આજે ચોથા દિવસે પણ ઘણા મેડલની આશા છે.
હોર્સ રાઈડિંગના ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ મેડલ
ગઈકાલે ભારતે હોર્સ રાઈડિંગના 41 વર્ષોના ઈતિહાસમાં એશિયન ગેમ્સમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય હોર્સ રાઇડરોએ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરતા 209.205 પોઈન્ટ્સ મેળવ્યા હતા. દિવ્યકીર્તિને 68.176, હૃદયને 69.941 અને અનુશને 71.088 પોઈન્ટ્સ મળ્યા હતા. ભારતીય ટીમ ચીનથી 4.5 પોઈન્ટ્સ આગળ રહી હતી.