Asian Games 2023 : એશિયન ગેમ્સ 2023માં ગઈકાલે ભારતના ખાતામાં 15 મેડલ આવ્યા હતા. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત એક દિવસમાં 15 મેડલ જીત્યા હતા. આમ ભારતીય ખેલાડીઓએ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આ અગાઉ એશિયન ગેમ્સ 2010માં ભારતે 14માં દિવસે 11 મેડલ જીત્યા હતા. આ રીતે ભારતે એશિયન ગેમ્સમાં એક દિવસમાં સૌથી વધુ મેડલ જીતવાના તેના 13 વર્ષ જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
Historic:
India has won most medals today in a day in their Asia Games history – 15 🇮🇳 pic.twitter.com/92Jr4ynhPn
— Johns. (@CricCrazyJohns) October 1, 2023
ભારતે કુલ 51 મેડલ પોતાના નામે કર્યા
એશિયન ગેમ્સ 2014ના આઠમાં દિવસે ભારતે 10 મેડલ જીત્યા હતા, જયારે જકાર્તામાં એશિયન ગેમ્સમાં ભારતે 9માં દિવસે 10 મેડલ પોતાના નામે કર્યા હતા. પરંતુ ગઈકાલે ભારતે પોતાનો જૂનો રેકોર્ડ પાછળ છોડી દીધો હતો. એશિયન ગેમ્સ 2023ના આઠમાં દિવસે ભારતે 15 મેડલ જીત્યા હતા. અત્યાર સુધી ભારત એશિયન ગેમ્સ 2023માં 13 ગોલ્ડ મેડલ, 19 સિલ્વર મેડલ અને 19 બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યો છે. આમ અત્યાર સુધી ભારતે કુલ 51 મેડલ પોતાના નામે કર્યા છે.