રેલ મંત્રાલયે તાજેતરમાં જ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ કાર્ય વિશે માહિતી શેર કરી હતી. એક ટ્વિટમાં રેલ મંત્રાલયે એક વીડીયો પોસ્ટ કરીને મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટે ટ્રેક બિછાવા કરવામાં આવેલી પ્રગતિ દર્શાવવી છે.
Catch glimpses of track laying for the #BulletTrain project; A significant step towards the future of travel. pic.twitter.com/mGGvY5NhOc
— Ministry of Railways (@RailMinIndia) September 26, 2024
બુલેટ ટ્રેનના ટ્રેકને બિછાવવા માટે નવી ટેકનિકનો ઉપયોગ
રેલવે દ્વારા શેર કરેલ વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેનના ટ્રેકને બિછાવવા માટે નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ પ્રોજેક્ટને સમયસર પૂરો કરવા માટે દિવસ-રાત કડક મહેનત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, દેશમાં પ્રથમ હાઈ-સ્પીડ રેલ લાઇન શરૂ થવાથી દેશના બે મોટા શહેરો અમદાવાદ અને મુંબઈ વચ્ચેની સફર થોડા જ કલાકોમાં પૂર્ણ થશે અને ભારતના પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ આવી જશે.
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSE) એક અંડર-કન્સ્ટ્રક્શન હાઈ-સ્પીડ રેલ લાઇન છે, જે દેશની આર્થિક રાજધાનીને ગુજરાતની રાજધાની અમદાવાદ સાથે જોડશે. એપ્રિલ 2020થી આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું અને 2027 સુધીમાં 352 કિલોમીટરનો આ કોરિડોર શરૂ થવાની આશા છે.
તમને જણાવીએ કે સુરતથી બિલિમોરા વચ્ચેના 50 કિલોમીટરના વિસ્તારને ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ કરવામાં આવવાની આશા છે, જ્યારે મુંબઈ સુધીનો બાકીનો વિસ્તાર 2028ના અંત સુધીમાં પૂરો થવાની સંભાવના છે.