કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી. BSE સેન્સેક્સ 15 પોઈન્ટ વધીને 73005 ના સ્તરે ખુલ્યો. જ્યારે NSE નિફ્ટી 50 રેડ ઝોનમાં ઓપન થયો. નિફ્ટી 9 પોઈન્ટ ઘટીને 22073 પર ખુલ્યો. આજે, ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, આરએચઆઈ મેગ્નેસિટા ઇન્ડિયા, એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ, વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ, એબીબી ઇન્ડિયા, માઇન્ડટેક ઇન્ડિયા, અંબુજા સિમેન્ટ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ફોર્સ મોટર્સ, અવંતિ ફીડ્સ, બાંસવારા સિન્ટેક્સ, સ્પાઇસજેટ અને મણપ્પુરમ ફાઇનાન્સના શેરો ફોકસમાં રહેશે.
એશિયન બજારોમાં તેજી, અમેરિકનમાં ઘટાડો
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 0.068% અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.04% વધ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.0012% ઘટ્યો છે. 4 માર્ચે, વિદેશી રોકાણકારો (FII) એ 3,405.82 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ 4,851.43 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. 4 માર્ચે, અમેરિકાનો ડાઉ જોન્સ 1.55% ઘટીને 42,520.99 પર બંધ થયો. S&P 500 1.22% ઘટ્યો અને Nasdaq Composite 0.35% ઘટ્યો.
મંગળવારે શેરબજારમાં ઘટાડો
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે મંગળવારે (૪ માર્ચ) શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ 96 પોઈન્ટ ઘટીને 72,989.93 પર બંધ થયો. NSE પર નિફ્ટી 0.17 ટકાના ઘટાડા સાથે 22,082.65 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન, ભારત ઇલેક્ટ્રોનિક્સ, SBI, BPCL, કોલ ઇન્ડિયા, TCS ના શેર નિફ્ટીના ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, બજાજ ફિનસર્વ, નેસ્લે અને એચસીએલ ટેક્નોલોજીના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.4 ટકા ઘટ્યો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6 ટકા વધ્યો. સેક્ટર્સમાં, ઓટો, આઈટી, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ 0.5-1 ટકા ઘટ્યા, જ્યારે બેંકો, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, મીડિયા અને પીએસયુ બેંકો 0.5-1.5 ટકા વધ્યા.