ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલેલા તણાવમાં યુએસએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયત્નોથી બનેં દેશો વચ્ચે યુદ્ધ વિરામ/સિઝફાયર થયું છે. આ બાબતે યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોસ્ટ કરીને કહ્યું હતું કે વેપારનીતિનો ઉપયોગ કરીને અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા અથડામણને અટકાવી શક્યા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત એપ્રિલ મહિનામાં ટ્રમ્પ સરકાર દ્વારા વધારાનો ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરાઇ હતી. ત્યારે આ વચ્ચે ભારતે અમેરિકા સામે એક મોટું એક્શન લીધું છે.
ભારતે ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર વધારેલા ટેરિફના વિરોધમાં WTOનો સંપર્ક કર્યો છે. WTO એ આપેલ નિવેદનમાં જણાવ્યુંહ તું કે 9 મે 2025 ના રોજ મળેલ અને તારીખ મુજબનો આ પ્રસ્તાવ ભારતના પ્રતિનિધિમંડળની વિનંતી પર પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

યુએસ ટેરિફ સામે ભારતનો WTO પ્રસ્તાવ
WTO ના એક નિવેદન અનુસાર સુરક્ષા પગલાં ભારતથી અમેરિકામાં $7.6 બિલિયનના સંબંધિત ઉત્પાદનોની આયાતને અસર કરશે. જેનાથી ડ્યુટી વસૂલાત $1.91 બિલિયન સુધી પહોંચશે .
ભારત દ્વારા છૂટછાટોના પ્રસ્તાવિત સ્થગિતીકરણના પરિણામે અમેરિકામાં ઉદ્ભવતા ઉત્પાદનોમાંથી સમાન રકમની ડ્યુટી વસૂલવામાં આવશે. ભારતનું માનવું છે કે અમેરિકા દ્વારા લેવામાં આવેલા પગલાં GATT (વેપાર અને ટેરિફ પર સામાન્ય કરાર) 1994 અને AoS ( સુરક્ષા કરાર ) સાથે સુસંગત નથી. તેમણે ઉમેર્યું હતું કે “ભારત એવી છૂટછાટો અથવા અન્ય જવાબદારીઓને સ્થગિત કરવાનો અધિકાર અનામત રાખે છે જે ભારતના વેપાર પર આ પગલાંની પ્રતિકૂળ અસરો જેટલી જ હોય” “કન્સેશન અથવા અન્ય જવાબદારીઓનું પ્રસ્તાવિત સસ્પેન્શન યુએસમાં ઉદ્ભવતા પસંદગીના ઉત્પાદનો પર ટેરિફમાં વધારાનું સ્વરૂપ લે છે”
એપ્રિલમાં ટેરિફની કરી હતી જાહેરાત
એપ્રિલમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કર્યા પછી ભારતે WTO ના સેફગાર્ડ કરાર હેઠળ અમેરિકા સાથે પરામર્શની માંગ કરી હતી. જેના જવાબમાં અમેરિકાએ કહ્યું હતું કે ટેરિફ લાદવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા પર આધારિત હતો અને તેથી તેને સેફગાર્ડ પગલાં તરીકે ગણવો જોઈએ નહીં.
આ પહેલા માર્ચ 2018 માં યુ.એસ.એ કેટલાક એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉત્પાદનો માટે અનુક્રમે 10 ટકા અને 25 ટકા એડ વેલોરમ ટેરિફ લાદીને સલામતીના પગલાંને પ્રોત્સાહન આપ્યું હતું. જાન્યુઆરી 2020 માં આ ટેરિફ લંબાવવામાં આવ્યો હતો, અને ફેબ્રુઆરી 2025 માં અમર્યાદિત સમયગાળા માટે ફરીથી સુધારવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી અને એપ્રિલમાં ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના વધારા સાથે આ ટેરિફ વધારીને 25 ટકા કરવામાં આવ્યો હતો.
તેના અંતે ભારતે જૂન 2019 માં બદામ અને અખરોટ સહિત 28 યુએસ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી લાદી હતી અને WTO માં ફરિયાદ નોંધાવી હતી.
બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટો કરી રહ્યા હોવાથી આ દરખાસ્ત મહત્વપૂર્ણ બની રહી છે. ભારતીય ટીમ પણ આ અઠવાડિયે વેપાર વાટાઘાટો માટે અમેરિકાની મુલાકાતે જઈ રહી છે.