Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

ખેડા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ખેડા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ખેડા જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતામાં જાગૃતતા આવે તે માટે “ત્રણ નવા કાયદાની થીમ” (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) પર ચિત્ર, ઓડીયો (ગીત,સ્લોયગન વિગેરે) વિઝયુઅલ કોન્ટેન્ટ (શોર્ટ ફિલ્મ, નાટક વિગેરે) બનાવવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજય થયેલા લોકોને જિલ્લા પોલીસ અધિક્ષકને હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિડીયો સ્પર્ધામાં મો . ફૈસલ આરીફ મિયા મલેક નરસંડા– પ્રથમ નંબરે, આરવ રોહિત – દ્વિતીય નંબરેઅને ડાભી અદિતી શૈલેષકુમાર – શ્રૃતિય નંબરે આવ્યા હતા.

ચિત્ર સ્પર્ધામાં પરમાર માહી પ્રથમ નંબરે, કોમલ સોલંકી દ્વિતીય નંબરે, રીંકુ કુમાવત શ્રૃતિય નંબરે આવ્યા હતા.

જ્યારે ઓડીયો સ્પર્ધામાં બિપીન પ્રજાપતિ – પ્રથમ નંબરે, અદિતી પટેલ – દ્વિતીય નંબરે અને કૃપા ભોઇ – શ્રૃતિય નંબરે આવી હતી. આ તમામ વિજેતા ને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ પુરસ્કાર ના ચેક આપી સન્માનિત કર્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.