કેન્દ્ર સરકારે ભારતીય સેનાને મજબૂત કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી ડીલ કરી છે. ભારતે 156 સ્વદેશી લાઈટ કોમ્બાટ હેલિકોપ્ટલ (LCH) પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટ કમિટી ઑન સિક્યોરિટી (CCS) ડીલને મંજૂરી આપી દીધી છે.
‘પ્રચંડ’ ઊંચાઈવાળા વિસ્તારોમાં સરળતાથી ઉડી શકશે
સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલયે આ નાણાંકીય વર્ષમાં 2.09 લાખ કરોડ રૂપિયાથી વધુના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત આ સૌથી મોટી ડીલથી સેના શક્તિશાળી તો બનશે જ, સાથે સાથે સ્વદેશી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે. LCH પ્રચંડની વાત કરીએ તો આ હેલિકોપ્ટરને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ વિકસાવ્યું છે અને તેને ઊંચાઈવાળા વિસ્તારોમાં સરળતાથી સંચાલન કરી શકાય, તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ એક અત્યાધુનિક હેલિકોપ્ટર છે.
India clears biggest ever defence deal for buying 156 Made in India LCH Prachand helicopters. The decision was taken in the Cabinet Committee on Security in its meeting today. Defence Ministry has signed contracts worth over Rs 2.09 lakh crore in this financial year: Defence… pic.twitter.com/S16gsHW9PW
— ANI (@ANI) March 28, 2025
પાકિસ્તાન-ચીનની સરહદો પહાડી વિસ્તારોમાં ‘પ્રચંડ’ વધુ ઉપયોગી
પાકિસ્તાન અને ચીનની સરહદો પહાડી પણ હોવાથી ત્યાં આ હેલિકોપ્ટર વધુ કામ આવશે. કેમ કે આ હેલિકોપ્ટરની રેંજ અન્ય હેલિકોપ્ટર કરતા વધુ છે. આ હેલિકોપ્ટર્સ મુખ્ય એરો સ્પેસ કંપની ‘હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ’ એચએએલ દ્વારા બનાવવામાં આવ્યા છે.
LCA પ્રચંડ વજમાં હળવું
LCA પર પ્રચંડ હેલિકોપ્ટરની તૈનાતી ભારતીય સેનાની મજબૂતીને વધારશે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ હેલિકોપ્ટર બાકી તમામ હેલિકોપ્ટરની તુલનામાં વજનમાં હળવુ પરંતુ ખૂબ જ મજબૂત અને દુશ્મન પર ઝડપી ગતિથી હુમલો કરનારુ છે. LCH પ્રચંડ અરૂણાચલ પ્રદેશની સંકરી ખીણમાં સરળતાથી ઉડાન ભરવામાં પણ સક્ષમ છે. આ સ્વદેશી લડાકુ હેલિકોપ્ટરથી ન માત્ર દેશની સુરક્ષા વધુ મજબુત બનશે સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે.
પ્રચંડ હેલિકોપ્ટરની ખાસિયત
- આ હેલિકોપ્ટરને હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL) એ વિકસાવ્યુ છે.
- આમાં કેટલાય પ્રકારની મિસાઈલ અને હથિયાર લગાવી શકાય છે.
- હેલિકોપ્ટરમાં અનગાઈડેડ બોમ્બ અને ગ્રેનેડ લોન્ચર પણ લગાવી શકાય છે.
- લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર એક વારમાં સતત 3 કલાક 10 મિનિટ ઉડી શકે છે.
- આ 6500 ફૂટની ઉંચાઈ સુધી જઈ શકે છે.
- પ્રચંડ હેલિકોપ્ટર 268 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે.
- આની રેન્જ 550 કિલોમીટર છે.
- આ હેલિકોપ્ટરની લંબાઈ 51.10 ફૂટ અને ઊંચાઈ 15.5 ફૂટ છે.
- બે એન્જિન વાળા આ હેલિકોપ્ટર દ્વારા પહેલા જ કેટલાક હથિયારોના ઉપયોગનુ પરીક્ષણ કરવામાં આવી ચૂક્યુ છે.
- આમાં રડારથી બચવાની ખાસિયત, બખ્તર સંરક્ષણ સિસ્ટમ, રાત્રે હુમલો કરવા અને ઈમરજન્સીની સ્થિતિમાં સુરક્ષિત લેન્ડિંગની ક્ષમતા છે.
- આ લદ્દાખની ભીષણ ઠંડીમાં પણ એટેક ઓપરેશન્સને અંજામ આપી શકે છે અને અરુણાચલના વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં પણ કારગર છે.
અમેરિકાના અપાચે કરતા ભારતનું પ્રચંડ વધુ સક્ષમ
પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ છે. રેંજની બાબતમાં અપાચે કરતા પ્રચંડ વધુ સક્ષમ માનવામાં આવે છે. અમેરિકાના અપાચે હેલિકોપ્ટરની ટોપ સ્પીડ પ્રતિ કલાક 295 કિ.મી. છે, જ્યારે પ્રચંડની ક્ષમતા પ્રતિ કલાક 280 કિ.મી.ની માનવામાં આવે છે. પ્રચંડ હેલિકોપ્ટર જમીનથી 6500 મીટરની ઉંચાઇ પર હોય તો ત્યાંથી પણ 700 કિ.મી. દુર ટાર્ગેટનો નાશ વાળી શકે છે. જ્યારે અપાચે હેલિકોપ્ટર 6500 મીટરની ઉંચાઇએથી માત્ર 480 કિ.મી. દુર જ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. તેથી હુમલાની રેંજની બાબતમાં ભારતમાં બનેલા પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ માનવામાં આવે છે.
‘પ્રચંડ’ રાત્રે પણ હુમલો કરી શકે છે, ચીન સામે વધુ ઘાતક સાબિત થશે
- LCA પ્રચંડમાં ‘સ્ટીલ્ધ’ ક્ષમતા (રડારથી બચવાની ક્ષમતા), વિશિષ્ટ બખ્તરબંધ સંરક્ષણ પ્રણાલિ રાત્રે પણ કાર્યરત રહી આક્રમણ કરવાની ક્ષમતા છે, તેથી રાત્રે પણ દુશ્મન ટુકડીઓને શોધી તેની ઉપર આક્રમણ કરી શકે તેમ છે.
- તેમાં 5.8 ટન વજનના બે એન્જિનો છે, જે બે પ્રોપેલર્સને ગતિ આપે છે. તેમાં જે વિવિધ શસ્ત્રો છે તેનાં ફાયરીંગનું પરીક્ષણ તો થઈ ચૂક્યું છે.
- હેલિકોપ્ટર્સમાં તેવી કેટલીય વિશેષતાઓ છે જે સેનાને યુદ્ધ દરમિયાન ઘણી ઉપયોગી નીવડે તેમ છે. તે દુશ્મનને શોધવામાં તથા પોતાના બચાવમાં તથા દુશ્મનની વાયુ સુરક્ષા નષ્ટ કરવામાં પણ ઉપયોગી બને છે તેમજ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં પણ ઉપયોગી બની શકે છે.
- આ હેલિકોપ્ટર ઉંચાઈવાળા પ્રદેશોમાં પણ ‘બંકર બસ્ટિંગ ઑપરેશન’ તેમજ શહેરોમાં તથા જંગલોમાં પણ આતંકવાદ વિરોધી અભિયાનોમાં સેનાને સહાય કરવા ઉપયોગમાં લઈ શકાય તેમ છે.
- હેલિકોપ્ટરની ડિઝાઇન ભારતીય સરહદોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. હલકા વજનને કારણે વધુ ઉંચાઇ પરથી હુમલો કરવામાં સક્ષમ છે. હેલિકોપ્ટરનું ટેસ્ટિંગ લદ્દાખમાં પણ થઇ ચુક્યું છે.
- એર ટુ એર અટેક માટે મિસાઇલો, 20 એમએમની ટરેટ ગન્સ, રોકેટ સિસ્ટમ અને અન્ય ઘાતક હથિયારો છે. ચીનના ડ્રોનને મિસાઇલથી આ હેલિકોપ્ટર તોડી શકે છે. સાથે જ ચીનની ટેંકોનો પણ નાશ કરી શકે છે.
- હેલિકોપ્ટરને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે ઇમર્જન્સી લેન્ડિંગ સમયે કે ક્રેશ વખતે હેલિકોપ્ટરને વધુ નુકસાન નહીં થાય.