યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીસ (ICET)માં બોલતા, ગારસેટ્ટીએ વધુમાં કહ્યું કે, જ્યારે હું યુએસ અને ભારત વચ્ચેના પાયાને જોઉં છું, ત્યારે મને તે ખૂબ જ મજબૂત લાગે છે. તે સ્પષ્ટ છે કે આ કારણે ભારતીયો અમેરિકનોને પ્રેમ કરે છે અને અમેરિકનો ભારતીયોને પ્રેમ કરે છે.
તેમણે ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ અને ફાઈનાન્શિયલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પ્રગતિની પ્રશંસા કરી હતી, અમેરિકી રાજદૂતે કહ્યું કે જ્યારે હું તેમને જોઉં છું, ત્યારે લાગે છે કે આપણે વિશ્વને હચમચાવી દીધું છે. જેમાં, ગામમાં ચા વેચનારને સરકાર તરફથી જે પૈસા મળે છે તે સીધા તેના ફોનમાં જાય છે.
એરિકે કહ્યું કે તેણે તાજેતરમાં ભારતના નેતાઓનાના એક ગ્રુપ સાથે રાત્રિભોજન કર્યું હતું. રાત્રિભોજનમાં એક નેતાએ કહ્યું, આપણે 4G, 5G અને 6G વિશે બધી વાતો સાંભળીએ છીએ, પરંતુ અહીં ભારતમાં આપણી પાસે તેના કરતા વધુ શક્તિશાળી છે, ગુરુજી. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે ગુરુજી શબ્દના ઉપયોગનો અર્થ શું છે.
ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન મંગળવારે તેમના ભારતીય સમકક્ષ ડોભાલને મળ્યા હતા. બંને વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેના પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. યુએસ સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત, અમેરિકન ઉદ્યોગના ઘણા નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પણ સુલિવાન સાથે ભારત આવ્યું છે.
ભારતની મુલાકાતે આવેલા સુલિવાન વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારત સરકાર સાથે જોડાયેલા અન્ય લોકોને મળશે. અમેરિકન સમકક્ષને મળતા પહેલા અજિત ડોભાલે અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન વચ્ચે બેઠક યોજી હતી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે સહયોગ, સૈન્ય અને એરોસ્પેસમાં વપરાતી ટેકનોલોજી અંગે ચર્ચા કરી હતી.