ભારતના રક્ષણ ક્ષેત્રે એક નવી સિદ્ધિ તરીકે ડીઆરડીઓએ સુદર્શન ચક્ર (Integrated Air Defence Weapon System – IADWS) નું સફળ પરિક્ષણ કર્યું છે. આ પરિક્ષણ ૨૩ ઑગસ્ટે બપોરે ૧૨.૩૦ વાગ્યે ઓડિશાના દરિયા કાંઠે થયું હતું. ડીઆરડીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે આ ઉડ્ડયન પરિક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું છે અને આ સિસ્ટમ ભારતની હવાઈ સંરક્ષણ ક્ષમતાને નવા યુગમાં લઈ જશે.
Maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS) was successfully conducted on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha.
IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air Missile (QRSAM),… pic.twitter.com/Jp3v1vEtJp
— DRDO (@DRDO_India) August 24, 2025
આ સિસ્ટમ બહુસ્તરીય સુરક્ષા પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. તેમાં ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઈલ (QRSAM) અને વેરિ-શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) શામેલ છે, જે દુશ્મનના ફાઈટર જેટ અથવા નજીકના હવાઈ જોખમોને રોકવામાં સક્ષમ છે. આ સિવાય તેમાં હાઈ-પાવર લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW) સામેલ છે, જે દુશ્મનના મિસાઈલ અથવા ડ્રોનને પળવારમાં નાશ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આઈએડીડબલ્યુએસની સૌથી મોટી વિશેષતા તેની સેન્ટ્રલાઈઝ્ડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર છે, જેના માધ્યમથી બધી હથિયાર સિસ્ટમ્સને એકીકૃત રીતે નિયંત્રિત કરી શકાય છે. આ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ડીઆરડીઓની નોડલ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. સિસ્ટમના અલગ-અલગ ભાગો DRDOના ઈમરત રિસર્ચ સેન્ટર અને હાઈ એનર્જી સિસ્ટમ્સ એન્ડ સાયન્સ સેન્ટર દ્વારા વિકસાવાયા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા પર ડીઆરડીઓ, ભારતીય સશસ્ત્ર દળો અને ઉદ્યોગ જગતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ પરીક્ષણ ભારતની આત્મનિર્ભરતા ને વધુ મજબૂત બનાવે છે અને આધુનિક હવાઈ સુરક્ષા ક્ષેત્રે ભારતની વધતી ટેક્નોલોજીકલ ક્ષમતાનું પ્રતીક છે.
ડીઆરડીઓએ સ્પષ્ટ કર્યું કે “સુદર્શન ચક્ર” એ માત્ર હથિયાર નહીં પરંતુ એક રાષ્ટ્રીય સુરક્ષા ઢાલ છે. તેનું નામ ભગવાન શ્રીકૃષ્ણના અમોઘ શસ્ત્ર પરથી રાખવામાં આવ્યું છે, જે દુશ્મનોનો નાશ કરવાની અદમ્ય શક્તિનું પ્રતીક છે. આ સિસ્ટમ એડવાન્સ મિસાઈલ ડિફેન્સ અને એર-સર્વેલન્સ ટેક્નોલોજીથી સજ્જ છે, જે ભારતને હવાઈ હુમલા, મિસાઈલ સ્ટ્રાઈક અને ડ્રોન ખતરાથી સુરક્ષિત રાખવામાં નિર્ણાયક સાબિત થશે.