કુંઢેલી ગામે શાળામાં ‘ધરતીનાં છોરું’ અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત દ્વારા પર્યાવરણ જાગૃતિ સંદર્ભે બાળકો સાથે સંવાદ યોજાયો હતો.
પર્યાવરણ અને પ્રદુષણ સમજણ હેતુ ઈશ્વરિયાનાં પત્રકાર કાર્યકર્તા મૂકેશ પંડિત દ્વારા ‘ધરતીનાં છોરું’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન સંદર્ભે તળાજા પાસેનાં કુંઢેલી ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો.
શાળામાં ‘ધરતીનાં છોરું’ અભિયાન પાઠ ભણાવતાં મૂકેશ પંડિત દ્વારા આ બાળકો હવા, પાણી તેમજ ધરતીનાં પ્રદુષણ સામે નાની નાની બાબતોથી કેવી તકેદારી રાખીને મોટું પરિણામ લાવી શકે તે અલગ અલગ દાખલા સાથે સમજાવાયુ.
પર્યાવરણ જાગૃતિ સંદર્ભે બાળકો સાથે આ સંવાદ યોજાયો હતો તેમાં પ્રારંભે શિક્ષક જીતુભાઈ જોષીએ પ્રકૃતિ અને તેની જાળવણીમાં બાળકોને તેમની ભૂમિકા સમજાવી આ અભિયાન વિશે ખ્યાલ આપ્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓ પર્યાવરણ સુરક્ષા માટે સંકલ્પ બધ્ધ થયાં હતા.