ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આજે અમદાવાદ, ગુજરાતમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન કર્યા બાદ ગૌતમ અદાણીએ દેશના નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી હતી, ગૌતમ અદાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, “આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. ભારત દેશ આગળ છે, વધતું રહેશે.”
#WATCH | After casting his vote in Ahmedabad, Gujarat, Adani group chairman Gautam Adani says, "Today is the festival of democracy and I appeal to people to come out and vote. India is moving forward and will continue to do so."#LokSabhaElections2024 pic.twitter.com/Z0yqmPywId
— ANI (@ANI) May 7, 2024
પીએમ મોદીએ મતદાન કર્યું
દરમિયાન આજે સવારે PM નરેન્દ્ર મોદીએ મંગળવારે અમદાવાદની નિશાન હાયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કર્યું હતું. PM મોદીએ જ્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તે બૂથ ગાંધીનગર સીટ હેઠળ આવે છે. અમિત શાહ અહીંથી ભાજપના ઉમેદવાર છે. પીએમ મોદી જ્યારે વોટ આપવા આવ્યા ત્યારે તેમની સાથે અમિત શાહ પણ હાજર હતા.
“ઘરની બહાર આવો અને મતદાન કરો”
તમને જણાવી દઈએ કે પીએમ મોદી, દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ, ગુજરાતના સીએમ નીતિન પટેલ, યુપીના ગવર્નર આનંદી બેન પટેલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સિંઘવી અને કેન્દ્રીય મંત્રી અને પોરબંદરથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે ગુજરાત પહોંચીને લોકશાહીના ઉત્સવમાં ભાગ લીધો અને પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો. આ દરમિયાન પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકોને ઘરની બહાર આવીને મતદાન કરવા અપીલ કરી હતી.