Meta’s WhatsApp એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. યુઝર્સની સુવિધા માટે કંપની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપને સતત અપડેટ કરતી રહે છે. હવે એપને મજેદાર બનાવવા માટે એક નવું ફીચર આવી રહ્યું છે. આ ઇન્સ્ટાગ્રામના ડબલ ટેપ ફીચરની જેમ કામ કરશે. તમે WhatsApp પર ડબલ ટેપ પણ કરી શકશો. હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ચાલો જાણીએ WhatsAppનું નવું ફીચર કેવી રીતે કામ કરશે?
એન્ડ્રોઇડ એપમાં WhatsApp માટે એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે. Wabitinfo અનુસાર આ ફીચર એન્ડ્રોઇડ બીટા 2.24.16.7 વર્ઝન પર જોવામાં આવ્યું છે. હાલમાં આ સુવિધા પર કામ ચાલુ છે. તે બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું નથી, પરંતુ ટેસ્ટિંગ બિલ્ડ યુઝર્સે Google Play Store પરથી WhatsApp એપ અપડેટ કરવી આવશ્યક છે, જેથી તેઓ જ્યારે પણ આ સુવિધા આવે ત્યારે તેનો લાભ લઈ શકે.
WhatsApp પર ડબલ ટેપ ફીચર : વોટ્સએપ પર ડબલ ટેપ ફીચરને મેસેજ પર રિએક્શન આપવા માટે બહાર પાડી શકાય છે. આ ઇન્સ્ટાગ્રામના ડબલ ટેપ ફીચરની જેમ કામ કરશે. જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર ડબલ ટેપ કરો છો, ત્યારે પ્રતિક્રિયા તરીકે હાર્ટ ઇમોજી મોકલવામાં આવે છે. પોસ્ટને તરત લાઈક કરવાની આ એક રીત છે. રિએક્શન ટાઈમ ઘટાડવા માટે વોટ્સએપ પર પણ ડબલ ટેપ ફીચર લાવવાની તૈયારી ચાલી રહી છે.
આ રીતે કામ કરશે નવું ફીચર : આ ફીચર ત્યારે આવી રહ્યું છે જ્યારે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર મીડિયા વ્યુઅર સ્ક્રીન પર રિએક્શન શોર્ટકટનું ફીચર આવી ગયું છે. Wabitinfoએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં WhatsApp યુઝર્સ મેસેજ પર ડબલ ટેપ કરીને પ્રતિક્રિયા આપી શકે છે.
ડિફૉલ્ટ તરીકે જ્યારે તમે બે વાર ટૅપ કરશો, ત્યારે હાર્ટ ઇમોજી મોકલવામાં આવશે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હાર્ટને બદલે અન્ય કોઈ ઈમોજીને ડિફોલ્ટ ઈમોજી તરીકે સેવ કરી શકાય છે કે નહીં.
હાલમાં ફીચર મુજબ કોઈપણ મેસેજ પર રિએક્શન આપવા માટે તમારે ઈમોજી સેક્શનમાં જવું પડશે. આ માટે વ્હોટ્સએપ મેસેજ પર થોડીવાર દબાવવું પડશે. આ પછી ઇમોજી વિભાગ ખુલે છે. અહીંથી તમે તમારા મનપસંદ ઇમોજીને પસંદ કરીને પ્રતિક્રિયા આપી શકો છો. જો તમને વધુ ઇમોજી વિકલ્પો જોઈતા હોય તો તમારે પ્લસ સિમ્બોલ પર ટેપ કરવું જોઈએ.