અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી દુર્લભ પ્રાણી-પક્ષીઓના ગેરકાયદે બ્રીડિંગ સેન્ટરનો પર્દાફાશ થયા બાદ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અધિકારીઓ મુજબ આ સ્થળે વિદેશી સાપ મંગાવી તેનું ઝેર કાઢી રેવ પાર્ટીઓમાં સપ્લાય કરતું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કાર્યરત હતું.
તપાસ દરમિયાન 10×12ના રૂમમાંથી અંદાજે 50 જેટલા વિદેશી પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ સાપના ઝેરનો એક ડોઝ રૂ. 50,000 જેટલી ઊંચી કિંમતે વેચાતો હતો.
રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો નશો
સૂત્રો અનુસાર, આ ઝેર અમદાવાદ, ગાંધીનગર અને આસપાસની રેવ પાર્ટીઓમાં સપ્લાય થતું હતું. નશાખોરો નાના સાપ પાસે જાતે બચકા ભરાવે છે, ઝેરના ટીપાં ગળી જાય છે અથવા લોહીમાં ઇન્જેક્ટ કરે છે — જે જીવલેણ સાબિત થઈ શકે છે.
અધિકારીઓએ જણાવ્યું કે આ કન્સાઇનમેન્ટ કસ્ટમ્સ મારફતે દેશમાં આવ્યું હતું કે નહીં અને તેમાં કોઈ આંતરિક મિલીભગત હતી કે નહીં તેની તપાસ ચાલી રહી છે. બેંક ટ્રાન્ઝેક્શન અને કોલ ડેટા રેકોર્ડ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે.
રેડ દરમિયાન મળેલા દુર્લભ પ્રાણી-પક્ષીઓ
રેડ દરમિયાન નીચે મુજબની દુર્લભ પ્રજાતિઓ મળી આવી:
Red-handed Tamarin
African Grey Parrot
Blue-and-gold Macaw
Persian Cat
Mini Lop
Netherland Dwarf
Sulphur-crested Cockatoo
આ તમામ પ્રજાતિઓની હેરાફેરી Wildlife Protection Act હેઠળ ગંભીર ગુનો ગણાય છે.
એરપોર્ટ પરથી ઝડપાયો ઝેરી સાપનો કન્સાઇનમેન્ટ
અમદાવાદ એરપોર્ટ પર વધતી દાણચોરીને ધ્યાનમાં રાખી વોચ વધારવામાં આવી હતી. વિશ્વસનીય માહિતી મુજબ 16 અત્યંત ઝેરી અને દુર્લભ સાપ સાથે એક કેરિયર મુંબઈ એરપોર્ટ પર ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસમાં આ હેરાફેરીનું આંતરરાષ્ટ્રીય રેકેટ સામે આવ્યું છે.
ગુજરાતમાં સાપના ઝેરની ઈ-હરાજી: કાયદેસર પ્રક્રિયા શું છે?
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી Snake Research Institute એ તાજેતરમાં ચાર મુખ્ય ઝેરી સાપોના લાયોફિલાઇઝ્ડ ઝેરની ઈ-હરાજી કરી હતી:
Indian Cobra
Common Krait
Russell’s Viper
Saw-scaled Viper
અધિકારીઓ મુજબ ઈન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ રૂ. 44,000 અને સૉ-સ્કેલ્ડ વાયપર માટે રૂ. 56,500 સુધીની કિંમત મળી હતી. આ ઝેર લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ ઉત્પાદકોને આપવામાં આવે છે, જેથી હોસ્પિટલોમાં સર્પદંશની સારવાર માટે એન્ટિવેનમ ઉપલબ્ધ થઈ શકે.
હાલ સંસ્થામાં અંદાજે 460 ઝેરી સાપો રાખવામાં આવ્યા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા અનુસાર પ્રક્રિયા કરવામાં આવે છે.
દેશની બીજી માન્ય સંસ્થા
દેશમાં એન્ટિવેનમ માટે ઝેર કાઢવાની પ્રવૃત્તિ અત્યાર સુધી Irula Snake Catchers Industrial Cooperative Society દ્વારા કરવામાં આવતી હતી. ધરમપુરનું કેન્દ્ર હવે આ કાર્ય કરતી દેશની બીજી સત્તાવાર સંસ્થા બની છે.
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel