સિહોરમાં આંગણવાડી કેન્દ્ર અંતર્ગત કુપોષિત બાળકો સંદર્ભે ચકાસણી અને માર્ગદર્શન આયોજન થયેલ. સંકલિત બાળવિકાસ યોજના કચેરી દ્વારા આરોગ્ય વિભાગનાં સંકલન સાથે તપાસ કામગીરી થઈ.
કુપોષિત બાળકોનાં આરોગ્ય તપાસ સાથે માર્ગદર્શન માટે સંકલિત બાળવિકાસ યોજના કચેરી દ્વારા ફરજ પરનાં અધિકારી હેમાબેન દવેનાં નેતૃત્વમાં આયોજન થઈ ગયું.
કુપોષિત બાળકો સંદર્ભે ચકાસણી અને માર્ગદર્શનમાં રાષ્ટ્ર્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આરોગ્ય વિભાગનાં તબીબ વિજય કામળિયા તથા પુજાબા ગોહિલ સાથે જીજ્ઞેશ વતવેસા જોડાયાં હતાં. અહી અતિ કુપોષિત બાળકોને માતૃશક્તિ વાનગી આહાર આપી ભૂખ પરીક્ષણ કરવામાં આવેલ.
સિહોરમાં આંગણવાડી કેન્દ્ર અંતર્ગત આરોગ્ય વિભાગનાં સંકલન સાથે આ તપાસ કામગીરી દરમિયાન નિરીક્ષક દુર્ગાબેન બાબરિયા સાથે અસ્મિતાબેન ચૌહાણ દ્વારા અહીંયા વાલીઓ અને બાળકો માટે પૂરક કામગીરી કરવામાં આવી.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)